અમિષા પટેલના અવાજની ઓડિયોને લઈને વિવાદ
પટના: બિહારમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીની સાથે જ નેતાઓના વીડિયો અને ઓડિયો વાયરલ થવાનો સિલસિલો પણ સતત ચાલુ છે. આ કડીમાં ન્ત્નઁના સાંસદ ચિરાગ પાસવાનનો શૂટિંગવાળો વીડિયો વાયરલ થયા બાદ એલજેપીના વધુ એક ઉમેદવારનો ઓડિયો સામે આવ્યો છે. આ ઓડિયોમાં એલજેપીના ઉમેદવાર પર ગંભીર આરોપ લાગ્યા છે. આ ઓડિયોમાં બોલનારી મહિલા પોતાને બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ કહી રહી છે. તેણે કહ્યું કે તેની સાથે રેપ પણ થઈ શકતો હતો.
અમીષા પટેલ ઔરંગાબાદના ઓબરા વિધાનસભાથી એલજેપી ઉમેદવાર ડૉ. પ્રકાશ ચંદ્રાના સમર્થનમાં પ્રચાર માટે આવી હતી
જોકે હજુ સુધી વાયરલ ઓડિયો અને બોલનારી મહિલા અમીષા પટેલ હોવાની કોઈ પુષ્ટિ નથી કરતું. મૂળે, ૨૬ ઓક્ટોબરે ફિલ્મ સ્ટાર અમીષા પટેલ ઔરંગાબાદના ઓબરા વિધાનસભાથી એલજેપી ઉમેદવાર ડૉ. પ્રકાશ ચંદ્રાના સમર્થનમાં પ્રચાર માટે આવી હતી. અમીષા પટેલે સોમવારે ઓબરાથી એલજેપીના ઉમેદવાર ડૉ. પ્રકાશ ચંદ્રાના સમર્થનમાં સનરૂફ કારથી રોડ પણ કર્યો હતો. આ દરમિયાન અનેક સ્થળો પર પુષ્પવર્ષા કરતાં અમીષા પટેલ અને ડૉ. પ્રકાશ ચંદ્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમીષા પટેલે કહ્યું છે કે મારા બિહાર આવવાનો અનુભવ ઘણો ખરાબ રહ્યો છે
હવે આ ઓડિયોમાં અમીષા પટેલ કથિત રીતે કહી રહી છે કે ઉમેદવાર ડૉ. પ્રકાશ ચંદ્રા એક નંબરના જૂઠ્ઠા, બ્લેકમેલર અને ગંદા માણસ છે. તેઓએ પ્રચાર દરમિયાન મને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો. અમીષા પટેલે કહ્યું છે કે મારા બિહાર આવવાનો અનુભવ ઘણો ખરાબ રહ્યો છે. મારી સાથે દુષ્કર્મ થઈ શકતું હતું. હું ન તો યોગ્ય રીતે ઊંઘી શકી અને ન તો ખાઈ શકી.
હું એટલી ડરેલી હતી કે હું બીજા દિવસે સવારે ફ્લાઇટ પકડીને પોતાના જ પૈસે મુંબઈ પરત આવી ગઈ. અમીષા પટેલે એલજેપી ઉમેદવાર પર આરોપ લગાવતાં કહ્યું છે કે મને કહેવામાં આવ્યું કે ગામમાં એકલી છોડી મૂકીશ, મરી જઈશ. મને બે વાગ્યાની મુંબઈની ફ્લાઇટ પણ પકડવા ન દીધી. સોશિયલ મીડિયા પ્લેટફોમ્સ પર આ ઓડિયો ક્લિપ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.