અમીરોની કુલ સંપત્તિ કરતાં પણ મુકેશ અંબાણી પાસે રૂ. ૪.૪૩ લાખ કરોડ વધુ
નવીદિલ્હી, કોરોનાની અસર હોવા છતાં પણ મુકેશ અંબાણીની સંપત્તિ પાછલા ચાર મહિના દરમિયાન સતત વધી રહી છે અને આ વાત સતત ચર્ચામાં રહી છે. વિશ્વના ટોપ રિચેસ્ટ લોકોની યાદીમાં અત્યારે મુકેશ અંબાણી પાંચમાં સ્થાને છે.ભારત અને પાકિસ્તાનના ટોપ ૧૦ અમીરોની યાદી ચકાસી તો સામે આવ્યું કે, પાકિસ્તાનના ટોચના ૧૦ અમીરોની કુલ સંપત્તિ કરતાં પણ મુકેશ અંબાણી પાસે ૫૪.૧૫ અબજ ડોલર વધુ છે. ટોચના ૧૦ પાકિસ્તાની અમીરોની કુલ સંપત્તિ ૨૬.૫૫ અબજ ડોલર છે જયારે અંબાણી પાસે ૮૦.૭ અબજ ડોલરની સંપત્તિ છે.
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા ભારતના ૯માં સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સની યાદી મુજબ, તેમની નેટવર્થ ૮.૫ અબજ ડોલર છે. જયારે પાકિસ્તાનના ટોપ-૧૦ ધનિકોની યાદીમાં સૌથી ઉપર અમેરિકામાં ઓટોમોબાઇલનો બિઝનેસ કરતા મૂળ પાકિસ્તાની બિઝનેસમેન શાહિદ ખાન છે. તેની કુલ નેટવર્થ ૮.૩ અબજ ડોલર છે. આ રીતે જોઈએ તો ભારતના ૯માં ક્રમના અમીર વ્યક્તિ, પાક.ના સૌથી ધનિક વ્યક્તિ કરતા પણ ધનવાન છે.
ઇન્ડિયા ટોપ-૧૦,નેટવર્થ (અબજ ડોલર),પાકિસ્તાન ટોપ-૧૦ નેટવર્થ (અબજ ડોલર) મુકેશ અંબાણી ૮૦.૭,શાહિદ ખાન ૮.૩, શિવ નાદર ૧૭.૪ અનવર પરવેઝ ૪.૬,રાધાક્રિશ્ન દામાણી ૧૫.૩ સદ્દરૂદ્દીન હાશ્વાની ૩.૪,ગૌતમ અદાણી ૧૩,મઇન મનશા ૨.૭,સાયરસ પૂનાવાલા ૧૧.૮,આસિફ અલી ઝરદારી ૧.૮,ઉદય કોટક ૧૧.૩,માલિક રિયાઝ ૧.૫,સુનિલ મિત્તલ ૯.૫,નવાઝ શરિફ ૧.૪,દિલીપ સંઘવી ૮.૮ નાસિર સ્કોન ૧,કુમાર મંગલમ બિરલા ૮.૫,રફીક એમ હબિબ ૦.૯૫,અઝિમ પ્રેમજી ૬.૬ તારિક સૈગોલ,૦.૯૦,કુલ ૧૨૮.૯,કુલ ૨૬.૫૫
બીજી તરફ ભારતના ટોપ-૧૦ ધનવાનો પાસે કુલ ૧૮૨.૯ અબજ ડોલરની સંપત્તિ છે. જયારે ટોચના ૧૦ પાકિસ્તાની અમીરોની કુલ સંપત્તિ ૨૬.૫૫ અબજ ડોલર છે. આ રીતે જોઈએ તો ભારતના અમીરો પાસે પાકિસ્તાનના ધન કુબેરો કરતાં ૧૫૬.૩૫ અબજ ડોલરનો તફાવત છે.પાકિસ્તાનના ટોપ ૧૦ અમીરોની યાદીમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરિફ અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ મુજબ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરિફ સ્ટીલનો બિઝનેસ છે અને તેમની નેટવર્થ ૧.૪ અબજ ડોલર છે. તેવી જ રીતે શુગરના વ્યવસાય સાથે સંકળાયેલા પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની સંપત્તિ ૧.૮ અબજ ડોલર છે. HS