અમીર ભારતીય બેકાબૂ કોરોના વચ્ચે દેશ છોડી રહ્યા છે
મુંબઇ: દેશમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપની વચ્ચે અમીર ભારતીયો દેશ છોડીને યુએઇ જવા લાગ્યા છે. તેની વચ્ચે યુએઇ માટે ટિકીટના ભાવોમાં જબરજસ્ત ઉછાળો જાેવા મળ્યો છે. એટલું જ નહી પ્રાઇવેટ જેટની માંગ પણ આ દિવસોમાં વધી ગઇ છે. યુએઇ જનારી ફ્લાઇટ બંધ થતા પહેલા લોકો મોટી સંખ્યામાં દુબઇ પહોચવાના જુગાડ લગાવી રહ્યા છે. ભારતમાં કોરોના રેકોર્ડ સ્તરે પહોચી રહ્યો છે. હોસ્પિટલોની હાલત બગડતી જઇ રહી છે. તેવામાં યુએઇએ રવિવારથી ભારતથી આવનારી ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.
યુએઇ અને ભારતની વચ્ચે એરરૂટ અત્યંત વ્યસ્ત રૂટમાંથી એક છે. ફ્લાઇટ ટિકીટની સરખામણી કરનારી એક વેબસાઇટ પ્રમાણે મુંબઇથી દુબઇ જતી કોમર્શીયલ ફ્લાઇટની ટિકીટના ભાવ ૮૦ હજાર રૂપિયા થઇ ગયા છે. જે સામાન્ય કરતાં ૧૦ ઘણા વધારે છે. દિલ્હીથી દુબઇ જતી ફ્લાઇટની ટિકીટના ભાવ પચાસ હજારથી વધારે થઇ ગયા છે. જે સામાન્ય દિવસોની સરખામણીમાં પાંચ ઘણા વધારે છે. જાે કે પ્રતિબંધની જાહેરાત પછી રવિવારથી કોઇ પણ ફ્લાઇટની ટિકીટ ઉપલબ્ધ નથી.
એક એરઆર્ટર સર્વિસ કંપનીના પ્રવક્તાએ કહ્યુ કે પ્રાઇવેટ જેટ માટેની માંગમાં પણ જબરજસ્ત વધારો થયો છે. તેમણે કહ્યુ કે ૧૨ ફ્લાઇટ દુબઇ જવાની છે. અને તે તમામ ફ્લાઇટ ફૂલ થઇ ગઇ છે. એક અન્ય અધિકારી પ્રમાણે લોકો ગ્રુપ બનાવીને પ્રાઇવેટ જેટનું બુકિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તેમાં સૌથી વધારે માંગ દુબઇ માટે થઇ રહી છે. આ ડિમાન્ડને પુરી કરવા માટે એરઆર્ટર સર્વિસ કંપનીઓ વિદેશથી વધારે એરક્રાફ્ટ મંગાવવાની અપીલ કરી રહ્યા છે.
મુંબઇથી દુબઇ જવા માટે ૧૩ સીટર વિમાનનો ખર્ચ ૩૮ હજાર ડોલર છે. તો છ સીટર માટે ૩૧ હજાર ડોલરનો ખર્ચ આપવો પડશે. સ્થાનિક મિડીયા પ્રમાણે યુએઇ અને ભારતની વચ્ચે સપ્તાહમાં ૩૦૦ કોમર્શિયલ ફ્લાઇટ ચાલે છે. યુએઇનું કહેવુ છે કે ભારત અને અન્ય દેશોમાંથી આવનારા લોકોને ૧૪ દિવસ સુધી અલગ રહેવું પડશે.