અમી ઓર્ગેનિક્સનો IPO 1 સપ્ટેમ્બર, 2021નાં રોજ ખુલશે
પ્રાઇસ બેન્ડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ (“ઇક્વિટી શેર”) રૂ. 603થી રૂ. 610 નક્કી થઈ
ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુથી 60.3 ગણી અને કેપ પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુથી 61 ગણી છે
મુંબઈ, વિવિધ અંતિમ વપરાશ સાથે સ્પેશિયાલ્ટી કેમિકલ્સની સંશોધન અને વિકાસ સંચાલિત ઉત્પાદક તથા ચોક્કસ મુખ્ય એપીઆઈ માટે ફાર્મા ઇન્ટરમીડયરીઝની મુખ્ય ઉત્પાદકો પૈકીની એક અમી ઓર્ગેનિક્સ લિમિટેડ (“કંપની”)નો આઇપીઓ 01 સપ્ટેમ્બર, 2021ને બુધવારે ખુલશે.
ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 603થી રૂ. 610 નક્કી થઈ છે. બિડ લઘુતમ 24 ઇક્વિટી શેર માટે અને પછી 24 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. ઓફર 03 સપ્ટેમ્બર, 2021ને શુક્રવારે બંધ થશે.
આઇપીઓમાં ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે, જેમાં દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 10 (“ઇક્વિટી શેર”) છે. ઓફરમાં રૂ. 200 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને 6,059,600 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે, જેમાં પારુલ ચેતનકુમાર વઘાસિયા દ્વાર 700,000 ઇક્વિટી શેર (“પ્રમોટર વિક્રેતા શેરધારક”), ગિરિશકુમાર લિમ્બાભાઈ ચોવટિયા દ્વારા 1,500,000 ઇક્વિટી શેર,
કિરણબેન ગિરિશભાઈ ચોવટિયા દ્વારા 3,050,000 ઇક્વિટી શેર, અરુણા જયંતકુમાર પંડ્યા (જયંત મનુભાઈ પંડ્યા સાથે સંયુક્તપણે) 174,600 ઇક્વિટી શેર, હિના ઇન્દ્રેશભાઈ શાહ દ્વારા 87,300 ઇક્વિટી શેર, હર્ષદ રામલાલ શેઠ દ્વારા 87,280 ઇક્વિટી શેર, ધીરજલાલ અમૃતલાલ અમ્લાની દ્વારા 76,200 ઇક્વિટી શેર, વૃષ્ટિ અતુલકુમાર શાહ દ્વારા 75,000 ઇક્વિટી શેર, જોલિતભાઈ જસવંતલાલ શાહ (અમિતાબેન જોલિતભાઈ શાહ સાથે સંયુક્તપણે)
દ્વારા 63,000 ઇક્વિટી શેર, નિશિત અતુલકુમાર શાહ દ્વારા 55,920 ઇક્વિટી શેર, સુરભી યશ શાહ દ્વારા 49,000 ઇક્વિટી શેર, નર્મદા અમૃતલાલ અમ્લાની દ્વારા 32,000 ઇક્વિટી શેર, શાંતિ દેવી કાંકરિયા દ્વારા 26,500 ઇક્વિટી શેર, દિવ્યા મહેન્દ્રકુમાર કાંકરિયા દ્વારા 19,000 ઇક્વિટી શેર, ચોવટિયા હરેશ એચ દ્વારા 15,000 ઇક્વિટી શેર, અમિતાબેન જોલિતભાઈ શાહ (જોલિતભાઈ જસવંતલાલ શાહ સાથે સંયુક્તપણે) 14,910 ઇક્વિટી શેર,
સરયુ ધીરજલાલ અમ્લાની દ્વારા 14,5000 ઇક્વિટી શેર, કોલાડિયા મેહુલ એમ દ્વારા 10,000 ઇક્વિટી શેર, જ્યોતિબેન રાકેશભાઈ લાહોટી દ્વારા 8700 ઇક્વિટી શેર (રાકેશ બાલુરામ લાહોટી દ્વારા સંયુક્તપણે) અને શાહ દિશા જોલિત (જોલિતભાઈ જસંવતલાલ શાહ દ્વારા સંયુક્તપણે) દ્વારા 690 ઇક્વિટી શેર (“સંયુક્તપણે, “વિક્રેતા શેરધારકો” અને આ પ્રકારના ઇક્વિટી શેર “ઓફર થયેલા શેર”) (“વેચાણ માટેની ઓફર” અને ફ્રેશ ઇશ્યૂ સાથે સંયુક્તપણે, “ઓફર”) સામેલ છે.
ઉપરાંત કંપનીએ બીઆરએલએમ (નીચે જણાવેલા) સાથે ચર્ચા કરીને રૂ. 100 કરોડ સુધીના ઇક્વિટી શેરના પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ (“પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ”) પ્રક્રિયા હાથ ધરી છે. ફ્રેશ ઇશ્યૂની સાઇઝ ઘટીને રૂ. 100 કરોડ થઈ છે, જે પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ સાથેના સંબંધમાં છે. એ મુજબ, ફ્રેશ ઇશ્યૂની સાઇઝ રૂ. 200 કરોડ સુધી છે.
આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રુલ્સ, 1957માં થયેલા સુધારા (“એસસીઆરઆર”) સાથે નિયમ 19(2)(બી)ને સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચીને તથા સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(1)નું પાલન કરીને બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રજૂ કરવામાં આવી છે,
જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“ક્યુઆઇબી” અને આ પ્રકારની ફાળવણી, “ક્યુઆઇબી પોર્શન”)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં શરત એ છે કે, સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”) મુજબ,
કંપની અને વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ વિવેકાધિન રીતે એન્કર રોકાણકારોને ફાળવણી શકે છે, જેમાંથી એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણીની કિંમતે કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે.
એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબસ્ક્રિપ્શન કે નોન-એલોકેશનના સંજોગોમાં બાકીના ઇક્વિટી શેરને ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. ઉપરાંત ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સને જ ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે.
ઉપરાંત સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ, ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સ (“એનઆઇબી”)ને અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ (“આરઆઇબી”)ને ફાળવવા માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.
તમામ સંભવિત બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને ફરજિયાત એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“એએસબીએ”) પ્રક્રિયાનો ઉપયોગ કરવો જરૂરી છે, જે માટે તેમના સંબંધિત બેંક ખાતાઓ (પીઆઇ વ્યવસ્થાનો ઉપયોગ કરતા આરઆઇબીના કેસમાં યુપીઆઇ આઇડી સહિત)ની વિગત આપવી પડશે, જેમાં બિડની સંબંધિત રકમ એસસીબી કે સ્પોન્સર બેંક, જે લાગુ પડે તે, દ્વારા બ્લોક થશે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા મારફતે ઓફરમાં સહભાગી થવાની છૂટ નથી.
ફ્રેશ ઇશ્યૂની ચોખ્ખી આવક એટલે કે ફ્રેશ ઇશ્યૂના કુલ ભંડોળમાંથી ઓફરના ખર્ચને બાદ કરતાં બાકી રહેતી આવક (“ચોખ્ખી આવક”) અને પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટમાંથી આવકનો ઉપયોગ આ માટે કરવાનો છેઃ (1) કંપનીએ લીધેલી રૂ. 140 કરોડની ચોક્કસ નાણાકીય સુવિધાઓની પુનઃચુકવણી/આગોતરી ચુકવણી, (2) કંપનીની રૂ. 90 કરોડ સુધીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા અને (3) સાધારણ કોર્પોરેટ ઉદ્દેશ માટે.
ઉપરાંત, કંપનીને સ્ટોક એક્સચેન્જીસ પર ઇક્વિટી શેરના લિસ્ટિંગના ફાયદા મળશે એવી અપેક્ષા છે, જેમાં હાલના અને સંભવિત ગ્રાહકો વચ્ચે એની વિઝિબિલિટી વધારવા અને બ્રાન્ડ ઇમેજ વધારવા તથા ભારતમાં ઇક્વિટી શેર માટે પબ્લિક માર્કેટ ઊભું કરવા સામેલ છે.
વેચાણ માટેની ઓફરની આવક વિક્રેતા શેરધારકોને મળશે. કંપની વેચાણ માટેની ઓફરમાંથી કોઈ પણ આવક કંપનીને મળશે નહીં. વિક્રેતા શેરધારકોને વેચાણ માટેની ઓફરમાંથી આવક કરવાનો અધિકાર મળશે, જેમાં ઓફર સાથે સંબંધિત ખર્ચ અને પ્રસ્તુત કરવેરાની બાદબાકી સામેલ છે.
કંપનીને વેચાણ માટેની ઓફરમાંથી કોઈ ભંડોળ મળશે નહીં અને આ પ્રકારનું તમામ ફંડ (વિક્રેતા શેરધારકો દ્વારા વહન થશે એ ઓફર સાથે સંબંધિત કોઈ પણ ખર્ચને બાદ કરતા) વિક્રેતા શેરધારકોને મળશે.
ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ”) છે – ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઇ પર થશે.
અહીં ઉપયોગ થયેલા, પણ પરિભાષિત ન કરેલા ચોક્કસ મૂડીકૃત શબ્દોનો અર્થ આરએચપીમાં આ પ્રકારના શબ્દોના અર્થ જેવો રહેશે.