અમુલ પાર્લર પરથી રૂ. ર માં માસ્ક મળશે
નાગરિકો જાહેરમાં માસ્ક નહિ પહેરવા અંગે અવનવા બહાનાઓ આગળ ધરે છે પરંતુ હવે તેમના એક પણ બહાનાઓ ચાલશે નહિ. એક તરફ રાજય સરકારે માસ્ક નહિ પહેરનારાઓ સામે દંડની રકમ વધારીને રૂ.પ૦૦ નકકી કરી છે. ૧લી ઓગસ્ટથી તેનો રાજયભરમાં અમલ થશે. મતલબ એ કે ૧લી ઓગષ્ટથી જાહેરમાં માસ્ક નહિ પહેરનારાઓએ સમાનદરે રૂ.પ૦૦ ભરવાના રહેશે હવેથી ગુજરાતભરમાં દંડની રકમ એક સરખી હશે. બીજી તરફ લોકોને સસ્તા દરે માસ્ક મળી રહે તે માટે રાજય સરકારે આગોતરૂ આયોજન કર્યુ છે
ટૂંક સમયમાં જ રાજયભરના અમુલ પાર્લર પર ફકત રૂ.ર માં માસ્ક મળશે. જેથી કરીને કોઈ પણ નાગરિક રૂપિયાના કારણો આગળ ધરીને માસ્ક પહેરે નહી તેવુ બનશે નહિ. કારણ કે રાજય સરકાર માત્ર રૂ.ર માં નાગરિકોને માસ્ક આપશે. જાેકે અહીંયાએ વાતનો ખાસ ખ્યાલ રાખવો પડશે કે માસ્કના વેચાણનું યોગ્ય આયોજન થાય. કારણ કે આ અગાઉ અમૂલ પાર્લર પર માસ્ક આપવાની જાહેરાત કરી હતી ત્યારે યોગ્ય આયોજનના અભાવે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.