અમૂલ દૂધના ભાવમાં લિટરદીઠ રૂ.2નો વધારો: કાલથી નવા ભાવ લાગુ પડશે
અમદાવાદ, કોરોનાને કારણે વેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવવધારો સહન કરવો પડશે. અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિ સહિત તમામ પ્રકારનાં દૂધમાં લિટરે રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે.
આ ભાવવધારો 17મી ઓગસ્ટથી લાગુ પડશે. આમ, 6 મહિનામાં જ અમૂલે બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે.