Western Times News

Gujarati News

અમૂલ દ્વારા બજારમાં ‘હલ્દી દૂધ’ મુકવામાં આવ્યું

કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા સુપરફૂડ હળદરનો ઉપયોગ કરીને બનાવેલુ એક ગોલ્ડન ડ્રીંક

આણંદ, 29 એપ્રિલ, 2020: આપણે હંમેશાં પોતાના તથા સમાજના સારા આરોગ્યની ઈચ્છા રાખતા હોઈએ છીએ. તંદુરસ્ત જીવનશૈલી માંદગીને તો રોકે જ છે પણ સાથે સાથે વ્યક્તિને યોગ્ય આહાર વડે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાનુ પ્રથમ કદમ ભરવાનુ પણ શક્ય બનાવે છે.

ભારતની સૌથી મોટી ફૂડ કંપની અમૂલે વર્ષોથી તંદુરસ્ત અને સ્વાસ્થય માટે અનુકુળ હોય એવી દૂધની બનાવટ રજૂ કરી છે. આ કારણે ભારતીય પરિવારોમાં અમૂલ અને તેની મિલ્ક પ્રોડકટસ તંદુરસ્તીનો પર્યાય બની રહી છે. અમૂલ ઘરમાં અને ઘર બહાર ઉપયોગમાં લઈ શકાય તેવી જરૂરિયાતો સંતોષતી ઉત્પાદનોની વિશાળ શ્રેણી ધરાવે છે, એમાં બેવરેજીસની એક રસપ્રદ કેટેગરી પણ છે.

રેડી ટુ ડ્રીંક બેવરેજ કેટેગરીમાં ભારે સ્પર્ધા હોવા છતાં અમૂલ વિવિધ પ્રકારની ફ્લેવર્સ, પેકેજીંગ, પેક સાઈઝ, અને કીંમતો ધરાવતાં મિલ્ક ડ્રીંક રજૂ કરે છે. તેના અસરકારક પોર્ટફોલીયોમાં ફલેવર્ડ મિલ્ક, કોલ્ડ કોફી, મિલ્કશેક્સ, સ્મુધીઝ, એનર્જી ડ્રીંક, તથા પરંપરાગત પીણાં જેવા કે કઢાઈ દૂધ, ગોળ આધારિત ગુડ દૂધ, આયુર્વેદિક મેમરી મિલ્ક, માલ્ટ ડ્રીંક, ડેરી આધારિત મોકટેઈલ્સ ઉપરાંત છાશ, અને લસ્સી જેવાં કલ્ચર્ડ ડ્રીંક્સનો પણ સમાવેશ થાય છે.

દેશ હાલમાં કોરોના વાયરસ મહામારીનો ભોગ બન્યો છે. અને હાલમાં આ બીમારીનો કોઈ ઉપાય દેખાતો નથી. આ સ્થિતિમાં લોકોમાં રોગ અટકાવતાં પગલાં તથા પોતાની સંભાળ લઈ શકે તે માટે આયુષ મંત્રાલયે કેટલીક માર્ગરેખાઓ બહાર પાડી છે. મંત્રાલયે ભારતના લોકોને રોગ પ્રતિકારક શક્તિનું સ્તર ઉંચુ રાખવા હલ્દી દૂધ અથવા તો ગોલ્ડન મિલ્ક અપનાવવા માટે જણાવ્યું છે.

દેશભરના ગ્રાહકોને રેડી ટુ ડ્રીંકનો વિકલ્પ પૂરો પાડવા માટે અમૂલે પોસાય તેવુ અને રોગ પ્રતિકારક શક્તિ વધારતુ પીણુ અમૂલ હલ્દી દૂધ રજૂ કર્યું છે. તેને હલ્દી દૂધ અથવા તો ગોલ્ડન મિલ્ક અથવા ટર્મરિક લાટ્ટે તરીકે ઓળખવામાં આવે છે. તે એન્ટી-બેકટેરીયલ અને બળતરા દૂર કરવાના ગુણધર્મો માટે જાણીતુ છે. સદીઓથી આયુર્વેદ જેવી પરંપરાગત ઉપચાર પધ્ધતિમાં તાજી અને સૂકા પાવડર તરીકે હળદરનો આરોગ્યવર્ધક ઉપયોગ જાણીતો છે. હકિકતમાં હળદર એ સામાન્યપણે રસોઈમાં પૂરક આહાર તરીકે તથા સૌંદર્યના હેતુથી વપરાતો અને ખૂબ જ સંશોધન થયેલો મસાલા પાવડર છે. દુનિયાભરમાં હળદરને વિવિધ આરોગ્યલક્ષી ગુણધર્મો ધરાવતા સુપર ફૂડ તરીકે ઓળખવામાં આવે છે.

ક્રીમી સ્ટાન્ડર્ડાઈઝડ અમૂલ મિલ્ક સાથે સમન્વય કરાતાં હળદર એક પરફેક્ટ ઈમ્યુનિટી વધારનાર પીણુ બની રહે છે. તંદુરસ્ત હોવા ઉપરાંત અમૂલ હલ્દી દૂધ કેસર અને બદામની ફ્લેવરમાં સ્વાદિષ્ઠ બનાવીને રજૂ કરવામાં આવ્યું છે. કોઈ પણ વય જૂથની વ્યક્તિ દિવસમાં કોઈ પણ સમયે તેનો નિયમિત વપરાશ કરી શકે છે, અને તે આસાનીથી ખોલી શકાય તેવા 200મી.લીના કેનમાં રૂ. 30ની કીંમતે મળે છે.

રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા દૂધનો સંદેશ આપવા માટે અમૂલે ટીવી અને પ્રીન્ટ મિડીયામાં ઝુંબેશ હાથ ધરી છે. અમૂલનાં તમામ પાર્લર્સ અને રિટેઈલ કાઉન્ટર્સ ઉપર ઉપલબ્ધ આ દૂધને ગ્રાહકો રોગ પ્રતિકારક શક્તિના રોજીંદા ડોઝ તરીકે માણી શકે છે. આ પ્રોડકટને તેના પશ્ચિમ અને ઉત્તર ભારત ખાતેના દૈનિક 2,00, 000 પેકની ક્ષમતા ધરાવતા મેન્યુફેકચરીંગ પ્લાન્ટમાં પેક કરવામાં આવે છે.

અમૂલ જીંજર મિલ્ક, તુલસી મિલ્ક જેવી આ પ્રકારના કુદરતી અને તંદુરસ્ત પીણાંની શ્રેણી બજારમાં રજુ કરવા સજજ બન્યુ છે અને ટૂંક સમયમાં તેની રજૂઆત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.