અમૃતસરમાં ઇમરાન અને સિદ્ધુના ફોટા સાથેનાં પોસ્ટર લાગ્યાં
અમૃતસર, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને ભારતના ક્રિકેટર કમ પોલિટિશ્યન નવજોત સિંઘ સિદ્ધુને સાથે દેખાડતાં પોસ્ટર્સ અમૃતસરમાં સિદ્ધુના સમર્થકોએ લગાડ્યા હતા.ઇમરાન ખાને નવમી નવેંબરે પોતે જેનું ઉદ્ઘાટન કરવાના છે એ કરતારપુર કોરિડોરમાં સિદ્દુને આમંત્રિત કર્યો છે. અગાઉ વડા પ્રધાન તરીકેના પોતાના સોગંદવિધિમાં પણ ઇમરાન ખાને સિદ્ધુને નોતર્યો હતો જ્યાં સિદ્ધુ પાકિસ્તાની લશ્કરના વડા બાજવાને ભેટ્યો હતો. આ વાતે ભારતમાં જોરદાર વિવાદ સર્જાયો હતો.
હવે ઇમરાને સિદ્ધુને કરતારપુર કોરિડોર નોતર્યો છે એ નિમિત્તે અમૃતસરમાં સિદ્ધુ અને ઇમરાનને સાથે દેખાડતાં પોસ્ટર્સ લાગ્યાં હતાં.વહીવટી તંત્રે એ પોસ્ટર્સ ઊતરાવી લીધાં હતાં.આ પોસ્ટર્સમાં કરતારપુર કોરિડોરની સ્થાપનાનો યશ સિદ્ધુને આપવામાં આવ્યો હતો. પોસ્ટર્સમાં લખ્યું હતું કે સિદ્ધુના પ્રયાસોથી કરતારપુર કોરિડોર શક્ય બની હતી.