અમૃતા અરોરાને કરીના કપૂરની યાદ સતાવી રહી છે

મુંબઈ, કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા બોલિવુડની બેસ્ટફ્રેન્ડની જાેડી છે. બંને એકબીજાની કંપનીને ખૂબ માણે છે અને અવારનવાર સોશિયલ મીડિયા દ્વારા પણ તેમનું બોન્ડ જાેવા મળે છે. એકબીજાના ઘરે પાર્ટી કરતી તસવીરો હોય કે મસ્તી કરતી બેબો અને અમૃતા, તેમની દરેક તસવીર ફેન્સને ખૂબ પસંદ આવે છે.
આ વર્ષે અમૃતા અરોરાએ દિવાળી પણ કરીના સાથે પટૌડી પેલેસમાં ઉજવી હતી. કરીના અને તેના પરિવાર સાથે દિવાળી ઉજવીને અમૃતા મુંબઈ પરત આવી ગઈ છે ત્યારે તેને બહેનપણીની યાદ સતાવી રહી છે. અમૃતા અરોરાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કરીનાને ભેટતી અને કિસ કરતી તસવીર શેર કરી છે.
તસવીરમાં બેબો અને અમૃતા એક જ ખુરશીમાં બેઠેલી જાેવા મળે છે. અમૃતાએ ફોટો શેર કરતાં લખ્યું, ‘લેડી ઓફ મૅનર (મજબૂત ઘરની મહિલા)ને યાદ કરું છું. કરીનાએ બેસ્ટ ફ્રેન્ડની આ તસવીરને પોતાની સ્ટોરીમાં શેર કરતાં લખ્યું પાછી આવી જા. અમૃતા માત્ર કરીનાને જ નહીં કરિશ્મા અને તેની દીકરી સમાયરાને પણ યાદ કરી રહી છે.
કરિશ્મા અને તેના બાળકોએ પણ પટૌડી પેલેસમાં દિવાળી ઉજવી હતી. અમૃતાએ એક મિરર સેલ્ફી શેર કરી છે, જેમાં તેની અને કરીનાની સાથે કરિશ્મા અને સમાયરા જાેવા મળે છે. અમૃતાએ ફોટો શેર કરતાં લખ્યું, “અમારી મિરર સેલ્ફીને મિસ કરું છું. જણાવી દઈએ કે, કરીના કપૂરે પતિ સૈફ અને બંને દીકરાઓ તૈમૂર અને જેહ સાથે પટૌડી પેલેસમાં દિવાળી ઉજવી હતી.
પટૌડી પેલેસ સૈફનું પૈતૃક ઘર છે. સૈફ અને કરીના સાથે અમૃતા અને કરિશ્માએ પણ દિવાળી ઉજવી હતી. કરિશ્મા અને અમૃતા તો મુંબઈ પાછા આવી ગયા છે પણ લાગે છે કે કરીના અને તેનો પરિવાર હજી પણ પટૌડી પેલેસમાં સમય ગાળી રહ્યો છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળશે. આ ફિલ્મ ફેબ્રુઆરી ૨૦૨૨માં રિલીઝ થવાની છે. ઉપરાંત થોડા સમય પહેલા જ કરીનાએ પ્રોડ્યુસર બન્યાની જાહેરાત કરી હતી. એકતા કપૂર અને હંસલ મહેતા સાથે મળીને કરીના પ્રોડ્યુસર તરીકે પહેલો પ્રોજેક્ટ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત છે.SSS