Western Times News

Gujarati News

અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય બહાર-વિદેશમાં પ્રદર્શન યોજવા મહત્તમ રૂ.૧ લાખની આર્થિક સહાય કરવામાં આવશે

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય બહાર-વિદેશમાં પ્રદર્શન યોજવા મહત્તમ રૂ.૧ લાખની સહાય તેમજ હવાઇ મુસાફરી – વિઝા ફી અપાશે

સહાય માટે તા.૧૭ મે-૨૦૨૨ સુધીમાં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે

લુણાવાડા :: રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા ભારતની આઝાદીના ૭૫
વર્ષની ઉજવણી સંદર્ભે ગુજરાત રાજ્યનાં પેઇન્ટિંગ, ગ્રાફિક્સ, છબિકલા તથા શિલ્પકલાનાં કલાકારોને તેમની કલાકૃતિઓનાં રાજ્ય બહાર દેશના
મુખ્ય શહેરોમાં તથા વિદેશમાં પ્રદર્શન યોજવા માટે મહત્તમ રૂ.૧ લાખની આર્થિક સહાય કરવામાં આવશે.

કલાકારોએ અગાઉ ૩ થી ૫ વૈયક્તિક પ્રદર્શન અથવા ૫ થી ૭ સામુહિક પ્રદર્શનનું આયોજન કર્યુ હોય તેવા કલાકારોને આ યોજના હેઠળ રાજ્ય
બહાર પ્રદર્શન માટે મહત્તમ રૂા.૧ લાખ અને વિદેશમાં પ્રદર્શન માટે કલાકારને ઇકોનોમી ક્લાસનું વાઇ મુસાફરીનું ખર્ચ, વિઝા ફી તથા કલાકારના વિમાની રકમ ચૂકવવામાં આવશે.

નિયત અરજીફોર્મ સાથે કલાકારે તેમનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધારકાર્ડ/ચુંટણીકાર્ડની નકલ ફરજીયાત રજૂ કરવાની રહેશે. આ યોજનાના નિયમો તથા નિયત અરજીપત્રક સચિવશ્રી, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, રવિશંકર રાવળ કલા ભવન, ભાઈકાકા ભવન સામે, લૉ ગાર્ડન, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ના સરનામેથી રૂબરૂ (રજાના દિવસો સિવાય) અથવા

www.gujaratstatelalitkalaacademy.com પરથી મેળવી શકાશે. જેમાં વિગતો ભરીને તા. ૧૭ મે-૨૦૨૨ સુધીમાં ઉપરના સરનામે પરત મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. વધુ વિગતો માટે લલિત કલા અકાદમીનો રૂબરૂ અથવા ફોન નં. ૦૭૯-૨૬૪૨૫૫૬૨ ઉપર સંપર્ક કરી શકાશે તેમ લલિતકલા અકાદમી સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.