Western Times News

Gujarati News

‘અમૃત મહોત્સવ’ કોટિ કોટિ ભારતવાસીઓનો કાર્યક્રમઃ મોદી

ઓલિમ્પિકમાં રમતવીરોને ચિયર કરવા જરૂરી, દેશવાસીઓ કારગિલની રોમાંચિત કરનાર વાતો વાંચે અને કારગિલના વીરોને નમન કરે એવી અપીલ

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે ૧૧ વાગ્યે રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. મોદીએ મન કી બાતમાં સંબોધન કરતાં કહ્યું, ‘પહેલા બે દિવસની કેટલીક યાદગાર ક્ષણો મારી નજર સામે છે. ટોક્યોમાં ભારતીય ખેલાડીઓ જાેઈને આખું રાષ્ટ્ર રોમાંચિત થઈ ગયું.

આખા દેશે તેમને કહ્યું, વિજય ભવઃ. આજે તેમની પાસે તમારા પ્રેમ અને સપોર્ટની તાકાત છે. સોશિયલ મીડિયા પર તેમના સમર્થનમાં વિક્ટ્રી પંચ અભિયાન શરૂ થઇ ગયું છે.

આ વર્ષે દેશ આઝાદીના ૭૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. તે આપણાં માટે ખૂબ જ મોટું સૌભાગ્ય છે કે જે આઝાદી માટે દેશે પ્રતીક્ષા કરી છે, તેના ૭૫ વર્ષનું હોવાના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. તમને યાદ હશે કે આઝાદીના ૭૫ વર્ષ મનાવવા માટે ૧૨ માર્ચે બાપુના સાબરમતી આશ્રમથી ‘અમૃત મહોત્સવ’ની શરૂઆત થઈ હતી.

આ જ દિવસે બાપુની દાંડીયાત્રાને પણ પુનર્જીવિત કરવામાં આવી હતી. ત્યારથી જમ્મુ-કાશ્મીરથી લઈને પુડુચેરી સુધી, ગુજરાતથી લઈને ઉત્તરપૂર્વ સુધી, દેશભરમાં અમૃત મહોત્સવને લગતા કાર્યક્રમો ચાલી રહ્યા છે.

ઘણા સ્વતંત્રતા સેનાનીઓ અને મહાપુરુષ છે, જેમને ‘અમૃત મહોત્સવ’માં દેશન યાદ કરી રહ્યો છે. સરકાર અને સામાજિક સંગઠનો તરફથી સતત તેને લગતા કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. આવું જ એક આયોજન આ વખતે ૧૫ મી ઓગસ્ટે થવા જય રહ્યું છે, આ એક પ્રયાસ છે – રાષ્ટ્રગીત સાથે સંકળાયેલ. સંસ્કૃતિ મંત્રાલયનો પ્રયાસ છે કે આ દિવસે વધુને વધુ ભારતીય મળીને રાષ્ટ્રગીત ગાવો, આ માટે એક વેબસાઇટ પણ બનાવવામાં આવી છે –  આની મદદથી તમે રાષ્ટ્રગીત ગાઈ શકશો, તેને રેકોર્ડ કરી શકશો, આ અભિયાનમાં જાેડાઈ શકશો. મને આશા છે, તમે ચોક્કસપણે આ અનોખી પહેલમાં જાેડાશો.

‘અમૃત મહોત્સવ’ એ કોઈ સરકારનો કાર્યક્રમ નથી, તે કોઈ રાજકીય પક્ષનો કાર્યક્રમ નથી, તે કોટિ કોટિ ભારતવાસીઓનો કાર્યક્રમ છે. દરેક સ્વતંત્ર અને કૃતજ્ઞ ભારતીયના પોતાના સ્વતંત્રતા સેનાનીઓને નમન છે અને આ મહોત્સવની મૂળ ભાવનાનો વિસ્તાર તો ખૂબ જ વિશાળ છે- આ ભાવના છે,

આપણા સ્વતંત્રતા સેનાનીઓના માર્ગ પર ચાલવાની, તેમના સપનાનો દેશ બનાવવાની. જેમ દેશના સ્વતંત્રતા સેનાનીઓ આઝાદી માટે એક થઈ ગયા હતા, તે જ રીતે આપણે દેશના વિકાસ માટે એક થવું પડશે. આપણે દેશ માટે જ જીવવું છે, દેશ માટે જ કામ કરવું છે અને તેમાં નાના-નાના પ્રયત્નો પણ મોટા પરિણામો લાવે છે.

રોજિંદા કામકાજ કરતી વખતે પણ આપણે રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ, જેમ કે વોકલ ફોર લોકલ. આપણા દેશના સ્થાનિક ઉદ્યોગ સાહસિકો, કલાકારો, શિલ્પકારો, વણકરોને ટેકો આપવો તે આપણા સ્વાભાવિક સ્વભાવમાં હોવું જાેઈએ. ૭ ઓગસ્ટે આવતો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ, એક એવો જ પ્રસંગ છે જ્યારે આપણે આ કાર્ય પ્રયત્નોથી પણ કરી શકીએ છીએ.

આ દિવસ સાથે ઘણી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જાેડાયેલ છે. તે જ દિવસે, ૧૯૦૫માં સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ હતી. આપણા દેશના ગ્રામીણ અને આદિજાતિ વિસ્તારોમાં હેન્ડલૂમ આવકનો મોટો સ્રોત છે. આ તે વિસ્તાર છે જ્યાંથી લાખો મહિલાઓ, લાખો વણકર, લાખો શિલ્પી જાેડાયેલા છે. તમારા નાના-નાના પ્રયત્નો વણકરોમાં એક નવી આશા જગાવશે. તમે પોતે કંઈકને કંઈક ખરીદો, તમાઋ વાત અન્ય લોકોને પણ જણાવો અને આપણે જ્યારે આઝાદીના ૭૫ વર્ષ મનાવી રહ્યા છીએ, ત્યારે આટલું કરવાની આપણી જવાબદારી છે.

આપણી ફરજ છે કે આપણે આપણું કાર્ય એવી રીતે કરવું કે તે વિવિધતા સાથે આપણા ભારતને જાેડવામાં સહાયક બને. તો આવો, આપણે અમૃત મહોત્સવને આ અમૃત સંકલ્પ લઈએ કે દેશ જ આપણી સૌથી મોટી આસ્થા, સૌથી મોટી પ્રાથમિકતા બની રહેશે. નેશન ફર્સ્‌ટ, ઓલવેજ ફસ્ટના મંત્ર સાથે જ આપણે આગળ વધવાનું છે.

એક સમય હતો જ્યારે નાના બાંધકામોમાં પણ વર્ષોનો સમય લાગતો હતો, પરંતુ આજે ટેકનોલોજીના કારણે ભારતમાં પરિસ્થિતિ બદલાઈ રહી છે. થોડા સમય પહેલા આપણે દુનિયાભરની એવી નવીન કંપનીને આમંત્રિત કરવા માટે એક ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ શરૂ કરવામાં આવી હતી.

આગળ વધવાનો એકમાત્ર રસ્તો શિખવું તે છે. જ્યારે આપણે કંઇક નવું શીખીએ છીએ, ત્યારે આપણા માટે પ્રગતિના નવા-નવા રસ્તાઓ પોતાની મેળે જ ખૂલી જાય છે. જ્યારે પણ કંઇક નવું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, માનવતા માટે નવા દરવાજા ખુલે છે, એક નવો યુગ શરૂ થયો છે અને તમે જાેયું જ હશે જાે કશુંક નવું થાય છે, તો તેનું પરિણામ દરેકને આશ્ચર્ય ચકિત કરી દે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.