અમેરિકન આર્મીએ TikTok પર પ્રતિબંધ મૂક્યો
અમેરિકાઃ પોપ્યુલર ચાઇનીઝ વીડિયો એપ TikTokને અમેરિકન આર્મીએ બેન કરી છે. હવે અમેરિકાની આર્મી સૈનિક આ વીડિયો એપને યુઝ નહીં કરી શકે. બેન કરવાનું કારણ જાણતા ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. અમેરિકન આર્મીનું કહેવું છે કે આ ચીની વીડિયો એપ નેશનલ સિક્યોરીટોનો ભય વધારે છે. મિલેટ્રી ડોટ કોમ દ્વારા મળેલા એક રિપોર્ટ પ્રમાણે, આર્મી સ્પોક્સપર્સન Lt. Col. Robin Ochoaએ કહ્યું કે, Tik Tokના એક સાઇબર થ્રેડની જેમ છે. આર્મીનું માનવું છે કે Bytedance કંપનીની ટિકટોક વીડિયો એપ અમેરિકાના જાસૂસીઓ પણ ઉપયોગ કરી શકે છે.
નોધનીય છે કે અમેરિકામાં TikTok એપ વિશે તપાસ ચાલી રહી છે. ઓક્ટોબરમાં અમુક લીડર્સની આ એપની સિક્યોરિટી પર પ્રશ્નો ઉભા કર્યા છે, તેમાં મુખ્ય પ્રશ્ન છે કે આ એપનો ડેટા ક્યાં કલેક્ટ થઇ રહ્યો છે કે નહીં અને થયો છે તો ક્યાં થઇ રહ્યો છે. આ પ્રશ્નને લઇને તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
ભારતમાં એકવાર ટિક ટોક પર પ્રતિબંધ મૂકાયો છે. જો કે, ભારતમાં પ્રતિબંધનું કારણ તેમાં દર્શાવેલ સામગ્રી હતી. મદ્રાસ હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ મૂકવાનો ચુકાદો આપ્યો હતો. કારણ જણાવવામાં આવ્યું હતું કે ટિક ટોક અશ્લીલતાને પ્રોત્સાહિત કરી રહ્યું છે, જેનો બાળકો પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે અને તેનાથીયૂઝર્સના માનસિક સ્વાસ્થ્યને પણ અસર થઈ રહી છે. બાદમાં ટિક ટોકે આ સામગ્રીને દૂર કરી અને દાવો કર્યો કે કંપની હવેથી તેની સંભાળ લેશે અને કંપનીએ તેની નીતિમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે TikTok ઓછા સમયમાં ખૂબ જ ઝડપથી પોપ્યુલર થઇ રહી છે. એક્સપર્ટનું માનવું છે કે આ એપ જે રીતે આગળ વધી રહી છે, તે રીતે થોડા સમયમાં ફેસબુક જેવી કંપનીઓને ટક્કર આપી શકે છે. તાજેતરમાં મળેલી ખબર અનુસાર, Tik Tokની પેરેન્ટ કંપની Bytedance ફેસબુકના કર્મચારીએને જોબ પર રાખવા સારી રકમ પણ આપી રહી છે.