Western Times News

Gujarati News

અમેરિકન પ્રમુખોની હત્યા કે પછી જીવલેણ હુમલામાં “વિચારધારા આધારિત નિર્ણયો” મહત્વપૂર્ણ રહ્યા છે કે,

…પછી ગનકલ્ચર અને સ્વરક્ષણ માટે હથિયારો રાખવાનો અધિકાર નિર્ણાયક બન્યો છે ?!

તસ્વીર અમેરિકાના વ્હાઈટ હાઉસની છે ! જેમાં અમેરિકન પ્રમુખોનું નિવાસ્થાન છે ! બીજી તસ્વીરો એ પ્રમુખોની છે જેઓએ અમેરિકન દેશ માટે પોતાના આદર્શાે માટે શહીદી વહોરી છે ! અને હુમલાનો ભોગ બન્યા છે ! અમેરિકામાં દરેક નાગરિકને પોતાના રક્ષણ કરવાના અધિકારનો સ્વીકાર કરાયો છે ! એટલે દરેક વ્યક્તિ પોતાના રક્ષણ માટે હથિયાર રાખી શકે છે !

પણ આ કારણે અમેરિકામાં વિકસેલું ગનકલ્ચરે હવે નિર્દાેષની જાન લેવા તરફ વળ્યા છે ! જે અમેરિકાના માટે વિચારવાનો સમય આવ્યો છે ! ટ્રમ્પ પર થયેલો હુમલો એનું પરિણામ તો નથી ને ?! તસ્વીરમાં ડાબી બાજુની તસ્વીર અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનની છે ! બીજી તસ્વીર પૂર્વ પ્રમુખ જહોન એફ. કેનેડીની છે ! ત્રીજી તસ્વીર પૂર્વ પ્રમુખ જેમ્સ એ ગારફીલ્ડ ની છે !

ચોથી તસ્વીર ફ્રેન્કલીન ડીલાનો રૂઝવેલ્ટની છે ! જેઓ પણ શહીદ થયા હતાં ! જયારે આ પ્રમુખો એ છે કે, જે હુમલો થયા પછી પણ બચી ગયા હતાં ! જેમાં પ્રમુખ એન્ડ› જેકસન પર હુમલો થયો હતો પણ બચી ગયા હતાં ! ત્યારપછીની તસ્વીર પૂર્વ પ્રમુખ જેમ્સ એ. ગારફીલ્ડની છે તેઓ પણ બચી ગયા હતાં ! પણ પાછળથી ર્ડાકટરની સારવારમાં ભુલને લઈને મૃત્યુ થયું હતું !

ત્યારપછીની તસ્વીર પ્રમુખ વિલીયમ હોવર ટાફટની છે તેઓ પર પણ હુમલો થયો હતો પણ બચી ગયા હતાં ! ત્યારપછીની તસ્વીર ફ્રેન્કલીન ડીલાનો રૂઝવેલ્ટની છે તેઓ પણ બચી ગયા હતાં ! પૂર્વ પ્રમુખ હેરી એસ ટ્રુમેન ની છે ! તેઓ પણ બચી ગયા હતાં ! ત્યારપછી પૂર્વ પ્રમુખ જેરાલ્ડ ફોર્ડની છે ! આ હુમલા મહિલાઓ દ્વારા થયા હતાં ! રોનાલ્ડ ગ્રીનની તસ્વીર છે તેઓ પણ હુમલા દરમ્યાન બચી ગયા હતાં !

અમેરિકન પ્રમુખ જયોર્જ એચ. ડબલ્યુ બુશની તસ્વીર છે તેઓ પણ બચી ગયા હતાં ! પૂર્વ પ્રમુખ બીલ ક્લિન્ટન પર ૧૯૬૪ માં હુમલો થયો હતો તે પણ બચી ગયા હતાં ! ત્યારબાદ પૂર્વ પ્રમુખ જયોર્જ ડબલ્યુ બુશની છે !! તેમને મારવા પ્રયાસ થયો એ બચી ગયા હતાં અને છેલ્લી તસ્વીર ડોનાલ્ડ ટ્રમ્પની છે ! તેઓ પર ચૂંટણી પૂર્વે હમલો થયો ! પણ બચી ગયા હતાં !

અમેરિકાના પ્રમુખોની હત્યાના તથા હુમલાના કારણે અલગ અલગ હોઈ શકે પણ મુખ્યત્વે તો વિચારધારા પરના હુમલાઓ હોવાનું કે તેમના વિચારોને અમલમાં મુકવાના કારણો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ જણાય છે !

ભારતની વાત કરીએ તો મહાત્મા ગાંધીની હત્યા તેમની વિચારધારાને કારણે અને કર્મશીલતાના કારણે થઈ ?! ભારતના વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીનું મૃત્યુ પણ શંકાસ્પદ મનાય છે ?! શ્રીમતી ઈન્દિરા ગાંધીએ પણ પંજાબમાંથી આંતકવાદનો સફાયો કરતા શહીદ થયાં ?! શ્રી રાજીવ ગાંધીની હત્યા હિંસાને ડામવા જતાં થઈ ?! એટલે “શહીદી વિચારધારા” ની કરાય છે ! પણ “વિચારધારા માનવીને અમર બનાવે છે”!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

ડોનાલ્ડ ટ્રમ્પ સામે અનેક ફરિયાદો હતી ?! અનેક કોર્ટાેએ સજા કરી હતી ?! અને છેલ્લે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “હું પ્રમુખ પદે નહીં ચૂંટાઉ તો અમેરિકામાં લોહીની નદીઓ વહેશે ?!” તો ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર થોમસ ઝેવયુ ફુક તો રીપબ્લિકન પાર્ટીનો નોંધાયેલો મતદાર છે અને પક્ષનો ડોનર પણ છે તો આવું કેમ કર્યુ ?!

વિશ્વના લોકશાહી દેશોના નેતાઓ પર થયેલા હુમલાની સંખ્યા વધારે છે પણ રશિયા, ચાઈના જેવા બીન લોકશાહી વાદી દેશોના નેતાઓ પર ‘વિચારધારા’ માટે હુમલા ભાગ્યે જ થાય છે ! પણ “સત્તાની સાંઠમારી” ના હુમલા વધારે થાય છે આ લોકશાહીને સરમુખત્યારશાહીનો ફરક છે ?! જર્મનીના “હીટલર” ની હત્યા કોઈ કરી શકયું નહોતું ! પણ તેણે ‘આત્મહત્યા’ કરી હતી ?!

અમેરિકન પૂર્વ પ્રમુખોમાં અબ્રાહમ લિંકન, પ્રમુખ જેમ્સ એ. ગારફિલ્ડ, વિલીયમ મેઝીન્લે, જે. એફ. કેનેડી જયારે હત્યાનો ભોગ બન્યા હતાં પૂર્વ પ્રમુખ એન્ડ› જેકસન, પૂર્વ પ્રમુખ વિલીયમ હાવર્ડટેફર, ફ્રેન્કલીન ડીસાનો રૂઝવેલ્ટ, હેસ-ટુ જોન, જેરાલ્ડ ફોર્ડ, રોનાલ્ડ રીગન, જયોર્જ એચ. બુશ, બીલ ક્લિટન, જયોર્જ ડબલ્યુ બુશ અને ડોનાલ્ડ ટ્રમ્પ બચી ગયા છે ?!

અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીએ કહ્યું હતું કે, “અસરકારક સરકારનો આધાર પ્રજામાં રહેલો વિશ્વાસ છે જયારે નૈતિકતાના ધોરણે ડગમગી જાય છે ત્યારે એ ખતરામાં આવી પડે છે”!! જયારે અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટે કહ્યું છે કે, “રાજકારણમાં કશું જ અચાનક બનતું નથી જો કશું બન્યુ હોય તો તેની ખાતરી રાખજો કે આવું થવા માટે બહું પહેલાથી આયોજન થતું હોય છે”!!

અમેરિકન પ્રમુખોની હત્યા થઈ હતી અને ૨૦૨૪ સુધીમાં ૭ અમેરિકન પ્રમુખો પર હુમલા થયા પણ બચી ગયા છે ! પરંતુ કારણો જુદા જુદા છે ?! અમેરિકાના મહાન પ્રમુખ અબ્રાહમ લિંકનનો જન્મ હાર્ડિન કાઉન્ટ્રી કેન્ટીક અમેરિકા ખાતે લાકડાની કેબીનમાં ૧૨ ફેબ્રુઆરી, ૧૮૭૯ માં થયો હતો ! તેઓએ ઘણી બધી નોકરીઓ પણ કરી હતી ! વર્ષ ૧૮૪૨ હાઉસ ઓફ રીપ્રેઝેન્ટેટિવ બન્યા ! તેઓએ વકીલાત પણ કરેલી અને તેઓ રીપબ્લિક પક્ષમાં જોડાયા હતાં !

વર્ષ ૧૮૬૦ માં પ્રથમ વાર અમેરિકાના પ્રમુખ બન્યા ! લિંકન મજબુત કમાન્ડર-ઈન-ચીફ હતાં ! તેમણે અમેરિકામાં ગોટિસબર્ગ ખાતે પ્રવચન આપતા કહ્યું હતું કે, “લોકશાહી એટલે તે લોકો માટે, લોકોની તથા લોકો વતી ચાલતી સરકાર છે”!! વર્ષ ૧૮૬૪ માં પ્રમુખ તરીકે તેઓ ફરી ચૂંટાયા હતાં ! અને તેમણે અમેરિકાથી ગુલામી પ્રથા નાબૂદ કરી હતી ! અબ્રાહમ લિંકન કહેતા કે, “તેઓ તો ઈશ્વરનું મામુલી સાધન માત્ર છું”! અબ્રાહમ લિંકને કહેતા કે આપણી ઉપર ઈશ્વરની કૃપા છે કે આ પૃથ્વી ઉપર જેટલા મનુષ્યોને જન્મ આપે છે તેમાંથી બહું જ થોડા માણસો સ્વભાવથી જુલ્મી હોય છે ! ૧૪ એપ્રિલ ૧૯૬૫ ના રોજ તેમની વિચારધારાની હત્યા કરાઈ પણ તેઓ “અમર” થઈ ગયા !!

અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીએ પ્રમુખ લોકશાહીવાદી અને નિડર નેતા હતાં ! વર્ષ ૧૯૧૭ માં જન્મ થયો હતો ! અને ૨૧મી જાન્યઆરી, ૧૯૬૧ માં તેઓ અમેરિકાના પ્રમુખ બન્યા ! તેઓ ડેમોક્રેટીક પક્ષ તરફથી ચૂંટાયા હતાં ! તેઓ કહેતા કે, “તમે મને એ ના પુછો કે અમેરિકાએ તમારા માટે શું કર્યું ?! તમે મને એ પુછો કે તમે અને હું માનવજાતના સ્વાતંત્ર્ય માટે શું કરી શકીશું”!!

જહોન કેનેડી વિકાસની સમાન તકમાં માનતા માટે તે કહેતા હતાં કે, “વિકાસની સમાન પ્રતિભાશાળી ન હોઈ, શકે પણ પ્રતિભા વિકસાવવાની તક તો બધાંને સમાન જ હોવી જોઈએ”!! જહોન એફ. કેનેડી અમેરિકાના પ્રમુખ હતાં તેમણે ભારતના જે તે સમયના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ મારફતે ભારતને ખૂબ જ મદદ કરી હતી ! તેઓ ઉદારમતવાદી પ્રમુખ હતાં !

રર નવેમ્બર, ૧૯૬૩ ના રોજ ટેકસાસના ડ્રબાસમાં બપોરે ૧૨.૩૦ કલાકે ખુલ્લી મોટર કારમાં જઈ રહ્યાં હતાં ત્યારે તેઓની ગોળી મારી હત્યા કરાઈ હતી ! તેઓએ રશિયાના મિસાઈલ્સ ગોઠવવાની પ્રવૃત્તિનો વિરોધ કરતા આખરે સોવિયેત સંઘે રશિયાએ પીછેહટ કરવી પડી હતી તેને લઈને તેઓ વિશ્વના નિડર, પ્રખર માનવતા વાદી મહાન લોકશાહીવાદી પ્રમુખ તરીકે સુવિખ્યાત હતાં !!

ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી સમયે જ ‘હુમલો’ ?! આઠ રાઉન્ડ ગોળી બાર છતાં ઈશ્વર કૃપાથી બચ્યા ?! પરંતુ શું ચૂંટણીમાં ‘હુમલા’ નો લાભ મળશે ‘હુમલાખોરો’ને એફ.આઈ.બી.આઈ.એ કાયમ માટે ચુપ કરી દેતાં આ રાજકીય ષડયંત્ર પર પડદો પડી જશે ?! કે પછી વિચારધારા પર પક્ષના જ કાર્યકર થામસ મેથ્યુ ગનકલ્ચરની માનસિકતાનો ભોગ બન્યો હતો ?!

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે, ‘ચાલતા રહો, આગળ ધપતા રહો, લક્ષ્ય ઉંચુ રાખો, ઉડાનની તૈયારી કરો’!! ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના અત્યંત વિવાદાસ્પદ પ્રમુખ રહ્યા છે !! તેઓ પર અનેક કેસો ચાલ્યા ! તેમાંથી કેટલાકમાં દોષિત પણ ઠર્યાા છે ! કેટલાકમાં અપીલો પણ ચાલુ છે ! તેઓનો જન્મ વર્ષ ૧૯૪૬ માં થયો હતો ! તેઓ ૨૦ જાન્યુઆરી, ૨૦૧૭ માં પ્રમુખ તરીકે ચૂંટાયા હતાં !

ત્યારબાદ ૨૦, જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ જો. બાઈડેનની સમે ચૂંટણી હારી ગયા હતાં ! તેઓએ સરળતાથી પોતાની હાર નહીં સ્વીકારનારા પ્રમુખ હતાં ! પરિણમે તેઓ ભારે વિવાદાસ્પદ બની ગયા હતાં ! અને એક તબકકે રીપબ્લિકન પક્ષમાંથી જ કેટલા સાંસદોએ તેમની ટીકા કરી હતી ! કારણ કે આ તો “અમેરિકા” હતું ?! ડોનાલ્ડ ટ્રમ્પને ન્યુયોર્ક ટાઈમ્સ સામે ખોટા કેસ કરવા બદલ ૪ લાખ અમેરિકન ડોલર ચૂકવવા કોર્ટે આદેશો પણ કરેલા છે !!

નવેમ્બર, ૨૦૨૪ માં અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી માટે તેમણે એક તબકકે ત્યાં સુધી કહ્યું હતું કે, “ચૂંટણીમાં જો પોતે પરાજીત થશે તો અમેરિકામાં લોહીની નદીઓ વહેશે”!! ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, “માત્ર હું જ સામાજીક સલામતી આપી શકું તેમ છું ! જો. બાઈડેન નહીં”!! અને આવા સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પેÂન્સલવેનિયાના બટલર શહેરમાં ચૂંટણી સભા સંબોધી રહ્યા હતાં ત્યારે તેમના પર ૮ રાઉન્ડ ગોળીબાર થયો હતો !

ટ્રમ્પના સીક્રેટ એજન્ટોએ હુમલાખોર થોમસ મેથ્યુફુકને ઠાર માર્યાે હતો ! આ અમેરિકન હુમલાખોર થોમસ મેથ્યુફુક એ ૨૦ વર્ષનો યુવાન હતો અને તે રીપબ્લિકન વોટર તરીકે નોંધાયેલો છે ?! થોમસ ટ્રમ્પના સોગંધ વિધિ સમયે રીપબ્લિકન પક્ષને ૧૫ ડોલરનું અનુદાન પણ કર્યુ હતું ! આવા રીપબ્લિકન પક્ષના સમર્થન વ્યક્તિએ ટ્રમ્પ પર આઠ રાઉન્ડ ગોળીબાર કર્યાે ! તેનાથી રાજકીય રીતે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે !! અને એફ.બી.આઈ.એ ઠાર કરી દેતા તેની પાછળનું રહસ્ય અકબંદ રહ્યું છે ?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.