Western Times News

Gujarati News

અમેરિકન રાષ્ટ્રપતિ બિડેન ભારત માટે વધુ સારા પુરવાર થઈ શકે છે

નવી દિલ્હી: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન ૧૯૭૦ના દશકના સમયથી ભારત-અમેરિકાની વચ્ચે મજબૂત સંબંધોના હિમાયતી રહ્યા છે. વર્ષ ૨૦૦૮માં બંને દેશોની વચ્ચે અસૈન્ય પરમાણુ સમજૂતી માટે સેનેટની મંજૂરી અપાવવામાં તેઓએ અગત્યની ભૂમિકા નિભાવી હતી અને આતંકવાદ વિરોધી અનેક બિલોને તેમણે સમર્થન આપ્યું હતું.

વર્ષ ૨૦૦૧માં બાઇડન સેનેટની વિદેશી સંબંધી સમિતિના અધ્યક્ષ હતા અને તેઓએ તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ બુશને પત્ર લખીને ભારત પર લાગેલા પ્રતિબંધોને હટાવવાની માંગ કરી હતી. અસૈન્ય સમજૂતીને ફાઇનલ કરવા માટે બંને દેશોની વચ્ચે ચર્ચા વિચારણા ચાલી રહી હતી

રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળમાં બાઇડન ઉપરાષ્ટ્રપ્રમુખ હતા
ત્યારે બાઇડન સીનેટમાં ભારતના એક અગત્યના સહયોગી તરીકે ઉપસ્થિત હતા. આ સમજૂતી બંને મજબૂત લોકતંત્રોની વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવા માટે પાયારૂપ સાબિત થઈ. સામરિક મામલાઓના જાણકાર મનાતા વિશેષજ્ઞ પીએસ રાઘવને કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળમાં બાઇડન ઉપરાષ્ટ્રપ્રમુખ હતા અને સંબંધોને વિકસિત કરવાની પ્રક્રિયાનો અગત્યનો હિસ્સો હતા. હિન્દ-પ્રશાંત સમજૂતી ઓબામાના કાર્યકાળમાં શરૂ થઈ હતી.

બાઇડન ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે જુલાઈ ૨૦૧૩માં ચાર દિવસીય પ્રવાસ પર ભારત આવ્યા હતા,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર રાત્રે અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં જીત નોંધાવવા માટે ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડનને શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ કાર્યકાળ દરમિયાન ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબૂતી પ્રદાન કરવામાં તેમના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.

બાઇડન ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે જુલાઈ ૨૦૧૩માં ચાર દિવસીય પ્રવાસ પર ભારત આવ્યા હતા, ત્યારે તેઓએ તત્કાલીન રાર્ષ્ષપતિ પ્રણવ મુખર્જી, તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ હામિસ અંસારી સાથે મુલાકાત કરી હતી અને દિલ્હીમાં ગાંધી સ્મૃતિ સંગ્રહાલયની મુલાકાત પણ લીધી હતી. તેઓ મુંબઈ પણ ગયા હતા

બરાક ઓબામાના કાર્યકાળમાં ભારત અને અમેરિકાની વચ્ચે વ્યૂહાત્મક અને રક્ષા સંબંધોમાં મુખ્ય વિસ્તાર થયો
જ્યાં તેઓએ કારોબારીના આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં નીતિ પર ભાષણ આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર ૨૦૧૪માં જ્યારે અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે તત્કાલીન ઉપરાષ્ર્પ્રમુખ બાઇડને તેમના માટે ભોજન સમારંભની મેજબાની કરી હતી. બરાક ઓબામાના કાર્યકાળમાં ભારત અને અમેરિકાની વચ્ચે વ્યૂહાત્મક અને રક્ષા સંબંધોમાં મુખ્ય વિસ્તાર થયો અને તેમાં બાઇડને અગત્યની ભૂમિકા નિભાવી હતી.

પોતાના પ્રચાર દસ્તાવેજોમાં બાઇડને અમેરિકા-ભારત પાર્ટનરશીપને લઇ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે
ઓબામા પ્રશાસને જ ૨૦૧૬માં ભારતને અમેરિકાના અગત્યના રક્ષા પાર્ટનરનો દરજ્જો આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાગી સભ્યના દાવાને પણ ઓબામા પ્રશાસને સમર્થન કર્યું હતું. પોતાના પ્રચાર દસ્તાવેજોમાં બાઇડને અમેરિકા-ભારત પાર્ટનરશીપને લઇ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે અને ક્ષેત્રમાં ખતરાઓનો સામનો કરવામાં ભારતનો સાથ આપવાની વાત કહી છે. ગત થોડાક વર્ષોથી અમેરિકા અને ભારતના સંબંધોમાં ઘણો વિકાસ થયો છે અને તેમાં અમેરિકામાં વસતા ૪૦ લાખ ભારતીય-અમેરિકન લોકોની વિશેષ ભૂમિકા રહી છે. અમેરિકા ભારતનો સૌથી મોટો કારોબારી પાર્ટનર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.