અમેરિકન સેના વિશ્વના ૧૪૦ દેશોની આર્મીથી વધુ પ્રદૂષણ ફેલાવી રહી છે
વોશિંગ્ટન: પર્યાવરણવિદો સતત પૃથ્વી પર વધી રહેલ પ્રદૂષણ અંગે ચેતવણી આપી રહ્યા છે. આ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું કરવા પર પણ ભાર મૂકી રહ્યા છે. આ દબાણ કારખાનાઓથી લઇને સામાન્ય લોકો પર પણ છે. આ વચ્ચે સેનાઓનો ઉલ્લેખ ક્યાંક જ કરાઇ રહ્યો છે. જ્યારે વધતા પ્રદૂષણમાં તેમનો પણ મોટો હાથ છે. અમેરિકન સેના વિશ્વની સૌથી તાકતવર સેના કહેવાય છે. પરંતુ પ્રદૂષણ ફેલાવવામાં પણ તે આગળ છે. એક અનુમાન અનુસાર એકલી અમેરિકન સેના વિશ્વના ૧૪૦ દેશોની આર્મીથી વધુ પ્રદૂષણ ફેલાવી રહી છે.
અમેરિકન આર્મીનો કાર્બન ફૂટપ્રિન્ટ અન્ય સેનાઓની સરખામણીએ ખૂબ વધુ છે. બ્રાઉન યુનિવર્સિટીની કોસ્ટ્સ ઓફ વોર રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૭માં અમેરિકન સેનાએ ફ્યૂલ સળગાવતા ૨૫૦૦૦ કિલોટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કર્યો હતો. આ એક દિવસમાં લગભગ ૨૬૯,૨૩૦ બેરલ તેલ ખરીદવાનું પરીણામ હતું, જે સેનાની ત્રણેય શાખાઓ માટે વપરાયું હતું. આમ તો અમેરિકન સેનાના કામો અને મશીનરીના કારણે થતું પ્રદૂષણ લગભગ નજરઅંદાજ કરવામાં આવે છે, કારણ કે તેના માટે પેંટાગન સાથે સંપર્ક કરવાનો હોય છે. જે ખૂબ મુશ્કેલ છે. જાેકે ફ્રિડમ ઓફ કન્ફર્મેશન એક્ટ અંતર્ગત યુએસ ડિફેન્સ લોજિસ્ટિક્સ એજન્સી સાથે સંપર્ક કરવાથી ઘણી જાણકારીઓ મળી શકી. આ જાણકારીઓ ધ કન્વર્ઝેશનમાં આપવામાં આવી હતી
અમેરિકન સેનામાં ક્લાઇમેટ પોલિસીમાં ઘણો વિરોધાભાસ છે. જેમ કે ત્યાં મિલિટ્રી બેસમાં રિન્યૂઅલ ઉર્જા પર ભાર મૂકવામાં આવે છે, પરંતુ હકીકતમાં પરિસ્થિતિ કંઇક અલગ છે. આ આર્મી આમ તો બાયો ફ્યૂલના ઉત્પાદન પર ભાર આપે છે પરંતુ આ ફ્યુલ ત્યાં સેનાના કુલ ખર્ચથી ખૂબ નાનો ભાગ છે. અહીં આપને જણાવી દઇએ કે, અમેરિકાની પાસે વિશ્વની સૌથી તાકતવર અને વિશાળ સેના છે. વિશ્વભરના દેશોની સૈન્ય ક્ષમતાઓની રેન્કિંગ કરનાર વેબસાઇટ ગ્લોબલ ફાયર પાવરે અમેરિકાને સૈન્ય ક્ષમતાના મામલે પૂરી દુનિયામાં નંબર વન પર રાખ્યું છે
રક્ષા મામલાઓની વેબસાઇટ મિલિટ્રી ડાયરેક્ટએ વર્ષની શરૂઆતમાં જણાવ્યું હતું કે સેના પર સૌથી વધુ ખર્ચના મામલામાં અમેરિકા ૭૩૨ અબજ ડોલર એટલે કે લગભગ ૫૩ લાખ કરોડ રૂપિયાની સાથે ટોપ પર છે. જ્યારે ચીન અને રશિયા પણ પાછળ છે. તેવામાં સ્પષ્ટ રીતે આટલી વિશાળ સેનાનો કાર્બન ઉત્સર્જન રેશિયો સૌથી વધુ જ રહેશે દેશના આધારે કાર્બન ફૂટ પ્રિન્ટ જાેઇએ તો ચીનનો ફૂટપ્રિન્ટ સૌથી મોટો છે. વેબસાઇટ ઇન્વેસ્ટોપીડિયોના ડેટા જણાવે છે કે, વર્ષ ૨૦૧૮માં ચીન દ્વારા સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરાયું હતું. જે ૧૦.૦૬ બિલિયન મેટ્રિક ટન હતો. ત્યાર બાદ અમેરિકા નંબર વન પર હતું, જેનો કાર્બન એમિશન લગભગ ૫.૪૧ બિલિયન મેટ્રિક ટન હતો.