અમેરિકાએ કાશ્મીર પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીધી વાતચીતનું સમર્થન કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/india.jpg)
વોશિંગ્ટન: અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે ભારતના લોકતાંત્રિક મૂલ્યની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં આવેલા આર્થિક અને રાજકીય પગલાંનું અમે સ્વાગત કરીએ છીએ.
અમેરિકાએ કહ્યું કે તે ભારત સાથેની પોતાની ભાગીદારીને વધારે મજબૂત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડને ઈન્ટરિમ નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટજિક ગાઈડન્સમાં આ વાત કહી છે. આ ગાઈડન્સ રાષ્ટ્રપતિ બાયડનનું વિઝન છે. તેનાથી જાહેર થાય છે કે કેવી રીતે અમેરિકા દુનિયાના અન્ય દેશની સાથે પોતાના સંબંધોને આગળ વધારશે. આ સાથે જ અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે ભારતના લોકતાંત્રિક મૂલ્યની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીનરમાં તબક્કાવાર રીતે પૂર્ણ રૂપથી આર્થિક અને રાજકીય સફળતાના પગલા લેવાયા છે તેનું અમે સ્વાગત કરીએ છીએ.
અમેરિકાના વિદેશ વિભાગે વધુમાં કહ્યું કે અમેરિકાના ભારતની સાથેના મહત્વના સંબંધ છે. જેમકે મેં કહ્યું પણ પાકિસ્તાન સાથે પણ છે. આ સંબંધ પોતાની રીતે મહત્વનો છે. અમેરિકી વિદેશ વિભાગે કહ્યું અમે કાશ્મીર પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીધી વાતચીતનું સમર્થન કરીએ છીએ.