અમેરિકાએ ચીનની ટિકટોક અને વીચેટ એપ પરથી પ્રતિબંધ હટાવ્યો
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિએ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રંમ્પનો કાર્યકારી આદેશ રદ કરી દીધો છે.જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબધિત ચિંતાઓને લઇને ટિકટોક અને વીચેટ જેવી ચીનની એપ પર પ્રતિબંધ લગાવવાની યોજના હતી ,વ્હાઇટ હાઉસએ એક નિવેદનમાં આ વાત કહી હતી.
બાઇડેન સરકારે ટ્કટોક અને વીચેટ એપ પર પ્રતિબંધ કરવાની જગા પર વિદેશી કંપનીના નિયંત્રણવાળા ઇન્ટરનેટથી એપને જાેખમનું મૂલ્યાંકન કરીને એક સુક્ષ્મ વિશલેષણનું માર્ગ મેપ બનાવશે.આનાથી સોફટવેર એપની ઓળખ થઇ જશે.જે એમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જાેખમીછે.
વિદેશી હિતોને પ્રોત્સાહન આપતી સંસ્થાઓ સાથે સંકળાયેલ એપ્લિકેશન્સ સહિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં શામેલ સોફટવેર શામેલ છે. બાઇડેન દ્વારા જારી કરાયેલા નવા કારોબારી આદેશમાં ટ્રેઝરી વિભાગ સહિતના સંઘીય એજન્સીઓને દુરૂપયોગ અટકાવવા સંવેદનશીલ વ્યક્તિગત ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિગતવાર માર્ગદર્શિકા બનાવવા પણ જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે ટ્રંમ્પ સરકારે ચીનની એપ વી ચેટ અને ટિકટોક પર પ્રતિબંધ લાદ્યું હતું.પરતું લર્તમાનના રાષ્ટ્રપતિ બાઇડેને આ એપ પરથી પ્રતિબંધ હટાવી લીધા છે અને દેશની રાશ્ટ્રીય સુરક્ષા માટે સોફટવેર અમલી બનાવડાવ્યું છે.