અમેરિકાએ ચીનની Huawei કંપનીનાં 5G નેટવર્ક પર પ્રતિબંધ લાદવા કરાર કર્યા
વોશિંગ્ટન, ચીન અને ચીનને લઇને દુનિયાભરનાં દેશો શંકાશીલ બન્યા છે, તમામને ખબર છે કે ચીન અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ જાસુસી કરાવી રહી છે. ચીનનાં ટીકટોક તથા અન્ય કંપનીઓ બાદ હવે દુનિયાને લાગે છે કે ચીનનાં 5G નેટવર્કથી યુરોપિયન દેશ દુર રહેશે, અમેરિકાનાં વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ કહ્યું કે ભવિષ્યમાં વધુ યુરોપિયન દેશ ચીનનાં 5G નેટવર્કથી દુર રહેશે.
માઇક પોમ્પિઓ હાલ ક્રોએશિયાનાં પ્રવાસ પર છે, તેમણે ક્રોએશિયાનાં વડાપ્રધાન આંદ્રેજ પ્લેકોવિક સાથે મુલાકાત કરીને આ નિવેદન આપ્યું છે, અમેરિકાએ હુવેઇને રાષ્ટ્રિય સુરક્ષા માટે ખતરારૂપ બતાવી છે અને તેના પર જાસુસીનો આરોપ લગાવ્યો છે.
પોમ્પિઓનું કહેવું છે કે યુરોપિયન દેશોએ પોતાના નાગરિકોનાં પ્રાઇવેટ ડેટા ચીનનાં 5G નેટવર્કથી સુરક્ષિત રાખવું જોઇએ, અને તે માટે આ પગલું લેવું પડશે, અમેરિકાનાં વિદેશ પ્રધાન પોમ્પિઓએ કહ્યું કે મને આ વાતનો ભરોસો છે કે હવે વધુંને વધું યુરોપિયન દેશ એવું કરશે કેમ કે ફક્ત ચીનની સાથે માહિતી શેઅર કરવી તે જોખમથી ભરેલું છે, એટલા માટે તે પોતાનો નિર્ણય ખુદ લેવાનાં છે.