અમેરિકાએ ભારતમાં વિઝા અરજકર્તાઓને ઇન્ટરવ્યુમાંથી મુક્તિ આપી

વોશિંગ્ટન, અમેરિકાએ ચાલુ વર્ષે ૩૧ ડિસેમ્બર સુધી ભારતમાં પોતાના દૂતાવાસોમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત અનેક વિઝા અરજકર્તાઓ માટે વ્યકિતગત રીતે હાજર રહી ઇન્ટરવ્યુ આપવાથી રાહત આપી છે તેમ અમેરિાકના એક વરિષ્ઠ રાજદ્વારીએ ભારતીય કોમ્યુનિટીના નેતાઓને જણાવ્યું છે. જે અરજકર્તાઓને આ રાહત મળી છે તેમાં સ્ટુડન્ટ્સ(એફ, એમ અને એકેડેમિક જે વિઝા), વર્કસ(એચ-૧, એચ-૨, એચ-૩ અને વ્યકિતગત એલ વિઝા), કલ્ચર અને એકસ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી(ઓ,પી અને ક્યુ વિઝા)નો સમાવેશ થાય છે.
દક્ષિણ એશિયા સમુદાયના નેતા અને અમેરિકાના પ્રમુખ જાે બાઇડેનના એશિયન અમેરિકનોે માટેના સલાહકાર અજય જૈન ભૂટોરિયાએ દક્ષિણ મધ્ય એશિયાના સહાયક વિદેશ પ્રધાન ડોનલ લૂ સાથેની મુલાકાત પછી જણાવ્યું હતું કે વિઝા અરજકર્તાઓને આ સહયોગની ખૂબ જ જરર હતી. તેમણે જણાવ્યું હતું કે અંમારા મિત્રો અને નજીકના પરિવારજનોે માટે આ ખૂબ જ મદદગાર બની રહેશે અને તેમની ચિંતાઓ દૂર થઇ ગઇ છે અને તેમની અસુવિધાઓ દૂર થશે.
નવી દિલ્હીમાં અમેરિકાની વેબસાઇટ પર પ્રકાશિત એક નોટિસ અનુસાર નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસ અને ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકાતા તથા મુંબઇમાં તેના વાણિજય દૂતાવાસય યોગ્ય ઉમેદવારને ઇન્ટરવ્યુ આપવાની છૂટનોે ઉપયોગ કરવાની પરવાનગી આપવા માટે ૨૦૨૨ માટે ૨૦,૦૦૦થી વધુ જ્રોપ બોક્સ એપોઇન્ટમેન્ટ જારી કરશે.HS