અમેરિકાએ રશિયાના ૧૨ રાજનાયિકોને હાંકી કાઢ્યા
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે જંગ હવે છઠ્ઠા દિવસમાં પ્રવેશી ચૂકી છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર બોમ્બ વરસાવી રહી છે જ્યારે ખારકિવમાં ભારે સંઘર્ષ ચાલુ છે. આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ મામલે બેઠક બોલાવી છે. એક બાજુ યુદ્ધ ચાલુ છે જ્યારે બીજી બાજુ બંને દેશો વચ્ચે વાતચીત પણ શરૂ થઈ છે.
આ બાજુ યુક્રેનને જંગમાં ધકેલનારા રશિયા વિરુદ્ધ સતત કાર્યવાહી ચાલુ છે. પ્રતિબંધો વચ્ચે અમેરિકાએ રશિયાના ૧૨ રાજનયિકોને નિષ્કાસિત કર્યા છે. યુએસએ તેની પાછળ બિન રાજનિયક ગતિવિધિઓનો હવાલો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં રશિયા તરફથી સ્થાયી પ્રતિનિધિ વસીલી નેમ્બેજિયાએ જણાવ્યું કે અમેરિકાએ રશિયાના ૧૨ રાજનયિકોને નિષ્કાશિત કર્યા છે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી મિશનના પ્રવક્તા ઓલિવિયા ડાલ્ટને ૧૨ રશિયન રાજનયિકોને નિષ્કાસિત કરવાના ર્નિણય પર કહ્યું કે અમે રશિયન મિશનથી તે ૧૨ લોકોને નિષ્કાશિત કરવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છે જેમણે જાસૂસી ગતિવિધિઓમાં સંલિપ્ત રહીને અમેરિકામાં નિવાસના પોતાના વિશેષાધિકારોનો દુરઉપયોગ કર્યો છે.
તેમણે કહ્યું કે જાસૂસી ગતિવિધિઓ અમારી રાષ્ટ્રીય સુરક્ષાને પ્રતિકૂળ છે. અમે આ કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયની સમજૂતિ મુજબ કરી રહ્યા છીએ. આ કાર્યવાહી અનેક મહિનાઓથી ચાલુ છે.
UNGAના ૧૧માં ઈમરજન્સી સત્રમાં યુક્રેન પર યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ તિરુમૂર્તિએ કહ્યું કે વિવાદનું શાંતિપૂર્ણ સમાધન ભારતની સતત સ્થિતિ રહી છે.
ભારત સરકારનું માનવું છે કે કૂટનીતિના રસ્તે પાછા ફર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ભભારત યુક્રેનમાં ફસાયેલા નાગરિકોની તત્કાળ વાપસીના પ્રયત્નો કરવા માટે જે પણ કરી શકે છે તે કરે છે. આ મહત્વપૂર્ણ માનવીય જરૂરિયાતને તરત સંબોધિત કરવી જાેઈએ.
તેમણે કહ્યું કે હું યુક્રેનના તમામ પડોશી દેશોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જેમણે અમારા નાગરિકો માટે પોતાની સરહદો ખોલી અને કર્મીઓને સુવિધાઓ આપી. અમે અમારા પડોશી અને વિકાસશીલ દેશોના ફસાયેલા લોકોની મદદ માટે તૈયાર છીએ.
વૈશ્વિક મંચ પર મોટા અલગાવનો સામનો કરતા રશિયાએ સોમવારે ૧૯૩ સભ્યોવાળી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમર્થન મેળવવા માટે એક મહત્વપૂર્ણ પરીક્ષાનો સામનો કરવો પડ્યો. UNGAએ કાલથી એક ઈમરજન્સી વિશેષ સત્રનું આયોજન કર્યું છે.
જેમાં યુક્રેન પર રશિયાના હુમલા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર ચર્ચા થઈ. સંયુક્ત રાષ્ટ્રના ૭૭ વર્ષના ઈતિહાસમાં આ ૧૧મી વાર બન્યું છે કે જ્યારે મહાસભાએ આવું ઈમરજન્સી સત્ર બોલાવ્યું છે. આ દરમિયાન સભ્ય દેશોની વારંવાર શાંતિની અપીલ છતાં રશિયાએ પડોશી યુક્રેન પર આક્રમણ કરવાના પોતાના ર્નિણયનો બચાવ કર્યો. આ પ્રસ્તાવ પર બુધવારે મતદાન થવાની શક્યતા છે.
પ્રસ્તાવકોને આશા છે કે તેમના પક્ષમાં ૧૦૦થી વધુ મત પડી શકે છે. જાે કે સિરિયા, ચીન, ક્યૂબા, અને ભારત સહિત દેશો દવારા રશિયાનું સમર્થન કે મતદાનથી દૂર રહેવાની શક્યતા છે. UNHRCએ યુક્રેન મામલે તત્કાળ બેઠક બોલાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં ભારતે તટસ્થ રહેવાનો ર્નિણય કર્યો. બેઠકના પક્ષમાં ૨૯ લોકોએ મત આપ્યો જ્યારે ૫ લોકોએ વિરુદ્ધમાં અને ૧૩ સભ્યો તટસ્થ રહ્યા.
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ અપીલ કરી છે કે રશિયા માટે દુનિયાના તમામ પોર્ટ અને એરપોર્ટ બંધ કરવામાં આવે. પોતાના તાજા સંદેશમાં જેલેન્સ્કીએ કહ્યું કે વાતચીત બાદ રશિયા તરફથી હુમલા વધુ તેજ કરાયા છે. યુક્રેનના હાલાત પર સંયુક્ત રાષ્ટ્ર પણ એક્ટિવ મોડમાં છે.
સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીની ઈમરજન્સી બેઠક બાદ હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ યુક્રેનના હાલાત પર ફરીથી બેઠક બોલાવી છે. પરિષદ દ્વારા આ જાણકારી અપાઈ છે કે યુક્રેનના પ્રતિનિધિ તરફથી ૨૮ ફેબ્રુઆરીના રોજ અપાયેલા પત્રના એજન્ડા પર આ બેઠક થશે.
માનવતાને લઈને બનેલા હાલાત પર ચર્ચા થશે. આ બેઠક સાંજે ૩ વાગે પ્રસ્તાવિત છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બે દિવસ પહેલા જ કિવ પર હુમલા તેજ કરવાના આદેશ આપ્યા હતા. એક રાતની શાંતિ બાદ રશિયાની સેનાએ કિવ અને ખારકિવમાં ભારે બોમ્બવર્ષા કરી. કિવમાં અનેક ધડાકાના અવાજ સંભળાયા છે.SSS