Western Times News

Gujarati News

અમેરિકાએ રશિયા-યુક્રેન મામલે પ્રત્યક્ષ હસ્તક્ષેપનો ઈનકાર કર્યો

વોશિંગ્ટન, નાટો દેશના સૌથી મોટા ભાગ ગણાતા અમેરિકા છેલ્લા અઢી મહિનાથી યુક્રેનને રશિયા સામે રક્ષણ આપીશુનું ગાણું ગાયું હતુ. જાેકે ગઈકાલે રશિયાએ એકાએક યુક્રેન પર હુમલો કરતા ભયભીત થયેલ યુક્રેને સ્વરક્ષણ માટે હથિયાર ઉઠાવ્યા છે અને વિશ્વની અન્ય મહાસત્તાઓને પણ મદદ કરવા આગળ આવવા અરજી કરી છે.

જાેકે રશિયાની સામે યુક્રેનનો સૌથી મોટો ગણાતા અને ઢાલ બનીને ઉભું રહેશે તેવી આશા જેની પાસેથી હતી તેવા અમેરિકાએ જ અંતે યુક્રેનનો સાથ છોડ્યો છે.

યુક્રેને અમેરિકાને મદદ કરવા કહ્યું હતુ પરંતુ, અમેરિકાએ આ મામલે પ્રત્યક્ષ હસ્તક્ષેપનો ઈનકાર કર્યો છે. રાષ્ટ્રપતિ જાે બાઈડને કહ્યું કે અમારી સેના યુક્રેનમાં યુદ્ધ નહીં કરે. નાટોના તમામ દેશોને અમારું સમર્થન રહેશે.

આ આપણા બધા માટે ખતરનાક સમય છે. અમે રશિયાના સાયબર હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છીએ. બાઈડને કહ્યું કે મને ખબર નથી કે પુતિન શું ધમકી આપી રહ્યા છે, (શું રશિયન રાષ્ટ્રપતિ પુતિન પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યા છે) મને ખબર છે કે તેણે શું કર્યું છે.

જાેકે બાઇડને અમેરિકન સૈન્ય યુક્રેનની મદદ માટે મોકલવામાં નહિ આવે તેવો સ્પષ્ટ જવાબ આપ્યો છે. યુક્રેન પર રશિયન હુમલાના પગલે નાટો દળોને મજબૂત કરવા માટે યુએસ વધારાના દળો જર્મની મોકલી રહ્યું છે પરંતુ યુક્રેનમાં સ્પષ્ટપણે અમે સીધો હસ્તક્ષેપ નહિ કરીએ.

બાઈડને કહ્યું કે અમે ચાર મોટી રશિયન બેંકો પર પ્રતિબંધ લાદવા જઈ રહ્યા છીએ. રશિયા હવે અમેરિકાથી વધુ પૈસા કમાઈ શકશે નહીં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આક્રમક છે, પુતિને આ યુદ્ધ પસંદ કર્યું અને હવે તે અને તેનો દેશ પરિણામ ભોગવશે. અમે જી-૭ દેશો સાથે મળીને રશિયાને જવાબ આપીશું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.