અમેરિકાએ સીરિયામાં પાક આઇએસઆઇએસ આતંકીની તપાસ શરૂ કરી: પાક સંકટમાં
નવીદિલ્હી, અમેરિકાએ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના આતંકી ગતિવિધિઓમાં પાકિસ્તાનીઓની ભૂમિકાની તપાસ શરૂ કરી દીધી છે જે વડાપ્રધાન ઇમરાન ખાન માટે નવી મુસીબત ઉભી કરી શકે છે એ યાદ રહે કે એફએટીએફમાં પાકિસ્તાન પર બ્લેક યાદી હોવાની તલવાર પહેલાથી જ લટકી રહી છે અને હવે અમેરિકાની આ તપાસથી ઇમરાન ખાન માટે વધુ મુસીબત વધી જશે અમેરિકા સમર્થિત અને મુખ્ય રૂપથી કુર્દ સીરિયન ડેમોક્રેટિક ફોર્સેજે તે ૨૯ પાકિસ્તાની અને અન્ય આતંકીઓની યાદી જાહેર કરી છે તેમાં ચાર પાકિસ્તાની સામેલ છે જેમણે તુર્કી અને સુડાન જેવા દેશોની નાગરિકતા હાંસલ કરી હતી પકડાયેલા ૨૯ આઇએસઆઇએસના આતંકીઓમાં નવ મહિલા સામેલ છે.
કાઉટર ટેરર અધિકારીના જણાવ્યા અનુસાર અમેરિકી સુરક્ષા દળ આ પાકિસ્તાની નાગરિકોથી પુછપરછ કરી રહી છે આ સાથે જ તેમની પણ પુછપરછ કરી રહી છે જેમણે તેમને સીરિયામાં આઇએસ અને અલ કાયદા જેવા આતંકવાદી સમૂહો કે પાકિસ્તાન સ્થિત કોઇ પણ અન્ય ઇસ્લામિક સમૂહમાટે લડવા માટે મોકલ્યા હતાં જાે કે અફઘાનિસ્તાનમાં સ્થિત ઇસ્લામિક સ્ટેટ ઓફ સુરાસાન પ્રાંત આતંકી સંગઠનથી પણ પાકિસ્તાન જાેડાયેલું છે આથી તેમાં પણ જાે કોઇ તેમની કોઇ ભૂમિકા હશે તો તેની માહિતી મળી જશે અફઘાનમાં ઇસ્લામિક સ્ટેટની ઉપસ્થિતિ છે.HS