અમેરિકાએ હિંદ મહાસાગરમાં બોંબવર્ષક તહેનાત કર્યા
વોશિંગ્ટન, અમેરિકાએ હિંદ મહાસાગર ખાતે ડિએઓ ગાર્સિયા ટાપુ પર પોતાની ત્રણ ઘાતક બી ૨ સ્ટેલ્થ બમવર્ષક તહેનાત કરી દીધા છે તાઇવાન અને લદ્દાખમાં ભારતની સાથે ચીનના તનાવ વચ્ચે પરમાણું હથિયાર લઇ જવામાં સક્ષમ આ વિમાનોને અહીં તહેનાત કરવામાં આવ્યા છે. અમેરિકાએ તેનાથી ચીનને સંકેત આપ્યો છે કે તે ક્ષેત્રમાં યુધ્ધની સ્થિતિ પેદા થવા દે નહીં
રિપોર્ટ અનુસાર રડારની પકડથી ખુદને દુર રાખવામાં માહિર આ બમવર્ષક ૧૨ ઓગષ્ટે ડિએઓ ગાર્સિયો પહોંચ્યો યુએસ ઇડો પૈસિફિક કમાંડના અંતરગ્ત આવનારા ડિએઓ ગાર્સિયા ટાપીમાં આ વિમાનોની તહેનાતીથી અમેરિકાએ ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વોશિંગ્ટન હિંદમહાસાગર દક્ષિણ ચીન સાગર અને પ્રશાંતના દરિયાઇ ક્ષેત્રની સુરક્ષા માટે પ્રતિબધ્ધ છે.HS