અમેરિકાએ ૧૪૫ ભારતીયોને ડિપોર્ટ કર્યાઃ અનેક દિવસ ભુખ્યા રહ્યાં
નવીદિલ્હી, અમેરિકાએ ૧૪૫ ભારતીયોને ડિપોર્ટ કર્યા છે આ તમામ લોક અહીં આવી પહોંચ્યા છે.જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે તેમને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવાના આરોપમાં હિરાસતમાં લેવાં આવ્યા હતાં અને ડિટેંશન કેમ્પોમાં કેદ કરવામાં આવ્ય હતાં. આ લોકો ભણેલા અને ઉચ્ચ શિક્ષિત હતાં યુવાન હતાં અમેરિકા જવાનું અને કામ કરવાનું તેમનું સપનુ હતુંત્યાં પહોંચી પણ ગયા તેમણે તેના માટે ૨૫-૨૫ લાખ રૂપિયા એજન્ટોને પણ પ્યા કેટલાકે કામ કરવાનું પણ શરૂ કરી દીઘુ પરંતુ તેમને ખબર ન હતી કે ખુબસુરત જીંદગીનું તેમનું સપનુ એક ખરાબ સપનામાં ફેવાઇ જશે ગેરકાયેદસર રીતે અમેરિકામાં ધુસવાના આરોપમાં તેમને ત્યાં ઇમિગ્રેશન અધિકારઓએ પકડી લીધા તેમણે ગેરકાયદેસર પ્રવાસીઓ માટે બનેલ ડિટેંશન સેંટરમાં કેદ કરી રાખ્યા હતાં અને અંતે તેમને અમેરિકાથી ભારત પાછા મોકલી દીધા.
આ પ્રવાસીઓ આઇજીઆઇ વિમાની મથકે ફતર્યા હતાંં ત્યારે તેમના હાથ અને પગ બાંધેલા હતાં વિમાનથી ઉતરતા પહેલા જ તેમના હાથ પગ ખોલવામાં આવ્યા હતાં. વિમાની મથકે એક પછી એક આ ૧૪૫ ભારતીય ભીડની વચ્ચે ફાટેલા કપડા અને લૈંસ વિના જુતામાં આવી રહ્યાં હતાં આ લોકો અમેરિકામાં ડિટેંશન કેમ્પોમાં ખાવા પીધા, ઉઠવા જાગવાને લઇ યાતના જેવા પ્રતિબંધોના કારણે ભાંગી પડયા હતાં આમાંથી કેટલાક લોકો છેલ્લા પાંચ મહીનાથી ડિટેંશન સેટરોમાં કેદ હતાં. તેમની સાથે અપરાધિઓ જેવો વ્યવહાર કરવામાં આવતો હતો.અનેક દિવસો સુધી ભુખ્યા રહેવું પડયું હતું કારણ કે ભોજનમાં તેમને કયારેક કયારેક બીફ આપવામાં આવતુ હતું આથી તેઓ ધાર્મિક કારણોથી ખાઇ શકતા ન હતાં આ ભારતીયો પોતાના પરિવારજનોને મળીને ખુશ થયા હતાં અને પરિવારજનોની આંખો પણ તેમને જાઇ ભીની થઇ ગઇ હતી. તેમના કપડા ચોરી થિ ગયા હતાં અથવા તો જપ્ત કરી લેવામા આવ્યા હતાં.