અમેરિકાનાં ૨૦ રાજ્યમાં બરફના થર જામતાં ઇમર્જન્સી જાહેર કરાઇ

વોશિંગ્ટન, અમેરિકામાં ૧૦ વર્ષનું સૌથી મોટું બરફનું તોફાન ‘ઓરલેના’ ત્રાટક્યું હતું અને આશરે ૨૦ રાજ્યમાં ભારે હિમવર્ષા થઈ હતી. સૌથી વધુ બરફ ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને ફિલાડેલ્ફિયામાં પડ્યો હતો. ઠેર ઠેરં બરફની ચાદર પથરાઈ છે. અહીં રહેણાક વિસ્તારો અને માર્ગો પર બે ફૂટની ચાદર પથરાઈ હતી. આ કારણે વિન્ટર ઈમર્જન્સી જાહેર કરાઈ હતી કેપિટલ હિલ જ્યાં હિમાચ્છાદિત માહોલમાં સુરક્ષા માટે તહેનાત સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા છે. વોશિંગ્ટન અને બોસ્ટનમાં ૧૦ ઈંચથી વધુ હિમવર્ષા થઇ હતી. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે હિમવર્ષાને લીધે ૪૦૦થી વધુ માર્ગ અકસ્માત સર્જાયા હતા. ૩૦૦થી વધુ વાહનો માર્ગો પર અટવાયાં હતાં. પિલસેન, શિકાગોમાં બરફના થર કર્મચારીઓ દૂર કરી રહ્યાં છે અમેરિકામાં ખરાબ હવામાનને લીધે ૧૦૦૦થી વધુ ફ્લાઈટો રદ કરાઈ હતી. ન્યૂયોર્ક એરપોર્ટ ઓથોરિટીએ ૮૧ ટકા ફ્લાઈટો રદ કરી હતી. આ કારણે અનેક યાત્રીઓ એરપોર્ટ પર ફસાયા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે તોફાનને લીધે ભારે હિમવર્ષા થઈ શકે છે.
દરમિયાન ફ્રાન્સનાં અનેક શહેરો ભારે વરસાદની લપેટમાં છે. દક્ષિણ-પશ્ચિમના અનેક ભાગોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આશરે ૨ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. પૂરને લીધે એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. હવામાન એજન્સીએ પણ ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. વરસાદ ચાલુ રહી શકે છે, જેને લીધે પૂરનો દાયરો વધી શકે છે.HS