અમેરિકાના અલાસ્કામાં ૮.૨ની તીવ્રતાનો ભૂકંપ
જૂનો: અમેરિકાના અલાસ્કા રાજયમાં જાેરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિએકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૮.૨ બતાવવામાં આવી રહી છે અલાસ્કામાં પેરીવિલ શહેરથી ૯૧ કિમી પૂર્વ દક્ષિણ પૂર્વમાં ભૂકંપનું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે ભૂકંપ એટલો જાેરદાર હતો કે ત્યારબાદ દક્ષિણ અલાસ્કા અને અલાસ્કા પ્રાયદ્રીપમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે લોકોને કિનારાથી દુર રહેવા અને સુરક્ષિત સ્થાન પર જવા માટે કહેવામાં આવ્યું છે.
અલાસ્કામાં રાષ્ટ્રીય સુનાી ચેતવણી કેન્દ્રે દક્ષિણી ભાગો પ્રાયદ્રીપ અને પ્રશાંત કિનારા વિસ્તારો માટે હિનચિનબ્રુક પ્રવેશથી ઉનિમક દર્રે સુધી સુનામીની ચેતવણી જારી કરી છે કેન્દ્રનું કહેવું છે કે તે અન્ય અમેરિકી અને કેનેડાઇ પ્રશાંત કિનારા વિસ્તારો માટે સુનામીના ખતરાના સ્તરનું મૂલ્યાકન કરી રહ્યું છે.
એ યાદ રહે કે અમેરિકાના આ રાજયમાં આ પહેલા તલકીતના પર્વતીય ક્ષેત્રમાં ૩૧ મેના રોજ ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો એ યાદ રહે કે અલાકામાં સતત ભૂકંપના આંચકા આવતા રહે છે અહીં માર્ચ ૧૯૬૪ના રોજ ઉત્તરી અમેરિકાનો સૌથી વિનાશકારી ભૂકંપ નોંધાયો હતો જેની રિએકટર સ્તર પર તીવ્રતા ૯.૨ માપવામાં આવી હતી.જાે કે હાલમાં આવેલ ભૂકંપથી કોઇ જાનહાનીના સમાચાર નથી