અમેરિકાના આગામી પ્રમુખ બનવાની મસ્કની ઈચ્છા ?
લડી શકે છે ૨૦૨૮ની ચૂંટણી !
રાજકીય વિશ્લેષકોના મતે મસ્ક માટે અમેરિકાના પ્રમુખ બનવાની સફર ટ્રમ્પની સરખામણીમાં સરળ હશે
વાશિગ્ટન,ડોનાલ્ડ ટ્રમ્પને સાથ આપીને એલન મસ્કે ભવિષ્યમાં પોતાની રાજકીય કારકિર્દીનો તખ્તો તૈયાર કરી નાંખ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ સફળ બિઝનેસમેનમાંથી સફળ રાજકારણી બની શક્યા અને બે વખત અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયા એ રીતે પોતે પણ ભવિષ્યમાં અમેરિકાનો પ્રમુખ બની શકે છે એવું મસ્કને લાગી રહ્યું છે.ટ્રમ્પ પણ મસ્કને મદદ કરવા તૈયાર હોવાનું કહેવાય છે. ટ્રમ્પની આ બીજી ટર્મે છે અને અમેરિકાના બંધારણ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ બે ટર્મ માટે અમેરિકાના પ્રમુખપદે રહી શકે છે.
તે જોતાં હવે પછી ટ્રમ્પ ચૂંટણી લડી શકે તેમ નથી. આ સંજોગોમાં ટ્રમ્પ અને મસ્ક વચ્ચે કોઈ હરીફાઈ નથી તેથી ટ્રમ્પ રાજકીય રીતે મસ્કને સમર્થન આપી શકે અને મસ્ક પણ ટ્રમ્પની જેમ ભવિષ્યમાં અમેરિકાનો પ્રમુખ બની શકે છે.રાજકીય વિશ્લેષકોના મતે મસ્ક માટે અમેરિકાના પ્રમુખ બનવાની સફર ટ્રમ્પની સરખામણીમાં સરળ હશે. ટ્રમ્પે ૨૦૦૦માં પહેલી વાર રીફોર્મ પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર બનવાનો પ્રયત્ન કરીને પોતાની રાજકીય મહત્વાકાંક્ષા છતી કરી હતી પણ પછી ખસી ગયેલા.
ટ્રમ્પે એ પછી રીપબ્લિકન પાર્ટીમાં ટોચના સ્થાને પહોંચવા બહુ મહેનત કરવી પડી ને છેવટે ૨૦૧૬માં પ્રમુખ બન્યા.મસ્ક પાસે અઢળક નાણાં છે અને ટ્રમ્પ જેવા ધુરંધરનું પીઠબળ છે. રશિયાના પુતિન સહિતના વૈશ્વિક નેતાઓ સાથે ઘરોબો છે તેથી મસ્ક ૨૦૨૮ની ચૂંટણીમાં જ રીપબ્લિકન પાર્ટીનો પ્રમુખપદનો ઉમેદવાર બની જાય તો પણ નવાઈ નહીં લાગે.ss1