Western Times News

Gujarati News

અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર ડ્રોન દ્વારા વિમાનમાં ઇંધણ ભરવામાં આવ્યુ

Files Photo

વોશિગ્ટન: અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર દેશી નેવી અને બોઇંગ કંપનીએ મળીને ડ્રોનની મદદથી વિમાનમાં ઇંધણ નાંખ્યું હતું. નેવી અને બોઇંગ કંપનીના સંયુક્ત પ્રયત્નથી ડ્રોન એમક્યૂ-૨૫ટી૧ થી હવામાં ઉડી રહેલા વિમાનમાં ઇંધણ ભરવામાં સફળતા મળી હતી.
નૌકાદળના રીઅર એડમિરલ બ્રાયન કોરીએ કહ્યું કે આ કાર્ય સંપૂર્ણ સફળતા સાથે કરવામાં આવ્યું હતું.

હવે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે એમક્યુ -૨૫ નેવીના એર રિફ્યુલિંગ પ્રક્રિયા ધોરણો મુજબ અમારા ટેન્કર મિશનની જરૂરિયાતને પૂર્ણ કરી શકે છે. તેનાથી આપણા વિમાનવાહક જહાજાેની ક્ષમતામાં પણ વધારો થશે. આ પરીક્ષણમાં, નેવી વિમાન એફ / એ -૧૮ સુપર હોર્નેટ હવામાં બોઇંગ કંપનીના ડ્રોન એમક્યુ -૨૫ ટી ૧ ના સંપર્કમાં આવ્યું હતું. ટી ૧ એ તેના હવાઈ રિફ્યુલિંગ સ્ટોર્સમાંથી બળતણ સફળતાપૂર્વક એફ / એ૧૮ માં સ્થળાંતરીત કરવામાં આવ્યું હતું.

નૌકાદળના માનવરહિત કેરિયર એવિએશન પ્રોગ્રામ ઓફિસના મેનેજર કેપ્ટન ચૌઉ રીડે જણાવ્યું હતું કે આ મિશન આપણા લડાકુ વિમાનોને મોટી તાકાત આપશે. તેનાથી ઇંધણનીમોટી સમસ્યાથી છૂટકારો મળશે. નૌકાદળ માટે આ એક મહત્વપૂર્ણ અને ક્ષણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.