અમેરિકાના ઓકલાહોમાના વોલમાર્ટમાં ફાયરિંગ, ૩નાં મોત
વોશિગ્ટન, અમેરિકાના ઓકલાહોમાંના વોલમાર્ટમાં આજે સવારે (સ્થાનિક સમય મુજબ) અંધાધૂંધ ગોળીબારમાં ૩ લોકોના મોત થયા છે. અધિકારીઓને સવારે લગભગ ૧૦ વાગે ડંકન શહેરના વોલમાર્ટમાં ફાયરિંગના અહેવાલ મળ્યાં.
ડંકન પોલીસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે અમને વોલમાર્ટમાં ફાયરિંગના અહેવાલ મળ્યાછે. આમ મામલે માહિતી ભેગી કરી રહ્યાં છે. ઓકલાહોમા હાઈવે પેટ્રોલે ઘટનામાં ૩ લોકોના મોતને સત્તાવાર સમર્થન આપ્યું છે. રિપોર્ટ મુજબ આ ઘટના રિટેલરના ર્પાકિંગમાં થઈ. જેમાં બે પુરુષ અને એક મહિલા મૃત અવસ્થામાં મળી આવ્યાં. ડંકન પબ્લિક શાળાઓના અધિકારીઓએ કહ્યું કે તમામ શાળાઓને સુરક્ષા કારણોસર બંધ કરાવી દેવાઈ હતી. પરંતુ ત્યારબાદ પોલીસના આદેશ પછી ક્લાસીસ પાછા ચાલુ કરાયા હતાં.