અમેરિકાના કોલિફોર્નિયામાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડ
નવી દિલ્હી, એકતરફ જ્યારે ભારતમાં આજે રાષટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ઉપર તેમને નમન કરવામાં આવી રહ્યા છે. તો બીજી તપરફ અમેરિકાથી તેમના અપમાનના સમાચાર આવી રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ડોવિસ સેન્ટ્રલ પાર્કમાં લાગેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા તોડવામાં આવી છે. કોલિફોર્નિયાના આ બગીચામાં મહાત્મા ગાંધીની કાંસાની પ્રતિમા લાગેલી હતી. થોડા મહિના પહેલા પણ અમેરિકામાં આ પ્રકારની જ ઘટના સામે આવી હતી.
આ એ પ્રતિમા છે જેને 2016ના વર્ષમાં ભારત સરકારે ડેવિસ શહેરને ભેટના સ્વરુપે આપી હતી. રાત્રિ દરમિયાન કોઇક અજાણ્યા વ્યક્તિએ આ કૃત્ય કર્યુ છે. સવારે જ્યારે ચોકીદાર પાર્કમાં ગયો ત્યારે તેણે પર્તિમાને તૂટેલી હાલતમાં જોઇ. શાંતિ અને અહિંસાના દૂત મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે આ પ્રકારના વ્યવહારની ભારત સરકારે કડક શબ્દોમાં નિંદા કરી છે. સાથે જ આ ઘટનાના કારણે અમેરિકી મૂળના ભારતીયોમનાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે.
ગંધીની આ પ્રતિમાની ઉંચાઇ 6 ફૂટ હતી અને તેનું વજન 294 કિવલો હતું. આ ઘટના બાદ વોશિંટગટ સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓએ આ અંગે તપાસ ને આરોપી સામે કાર્યવાહીની માંગ કરી છે. તો ડેવિસ શહેરના મેયરે આ ઘટના અંગે અફોસોસ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું કે આ અંગે તપાસ શરુ કરી દેવાઇ છે.