Western Times News

Gujarati News

અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીને ખેડૂત આંદોલનની નોંધી લીધી

Files Photo

નવીદિલ્હી: અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીને તેના લેટેસ્ટ અંકના કવર પેજ પર ખેડૂત આંદોલનમાં સામેલ મહિલાઓની તસવીર છાપી છે.

કવર પેજ પર આંદોલનકારી મહિલાઓની તસવીર સાથે મેગેઝીને લખ્યું કે, ભારતના ખેડૂતો વિરોધના મોરચા પર. મેગેઝીને દિલ્હીની ટિકરી બોર્ડર પર ૨૦ મહિલાઓની એક સામૂહિક તસવીર પણ છાપી છે. મહિલાઓ મહિનાઓથી વિરોધના મોરચે ખડી છે તેવું મેગેઝીને લખ્યું છે. આર્ટિકલનું મથાળું હતું. અમને ધમકાવી ન શકાય, અમને ખરીદી ન શકાય. આર્ટિકલમાં આગળ લખાયું કે મોટાભાગની મહિલાઓ, પંજાબ, હરિયાણા અને યુપીના ગ્રામીણ વિસ્તારની છે.

આ મહિલાઓ એ વાતથી હેરાન હતી કે તેઓ દિલ્હીની આસપાસના વિરોધ સ્થળો પર ખાવાનું બનાવવા તથા સફાઈ સેવાઓ આપનારી કાર્યકરો હતી. યુપીના રામપુરના ૭૪ વર્ષીય કેડૂત જસબીસ કોરે ટાઈમ મેગેઝીનને જણાવ્યું કે અમારે શા માટે પાછીપાની કરવી જાેઈએ ? આ કંઈ એકલા પુરુષોનો વિરોધ નથી. અમે પુરુષોની સાથે જ ખેતરોમાં તનતોડ મહેનત કરીએ છીએ. ટાઈમ મેગેઝીનમાં પ્રદર્શનકારી મહિલાઓની તસવીર ૮ માર્ચે આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ૩ દિવસ પહેલા છપાઈ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને મહિલા કિસાન દિવસ તરીકે પણ ઉજવવાનું ખેડૂતોનું આયોજન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.