અમેરિકાના ફેશન ડિઝાઇનર વર્જીલ એબ્લોહ કેન્સર સામે જંગ હાર્યા, 4૧ વર્ષે અવસાન
વોશિગ્ટન, લુઈસ વીટનના મેન્સવેર કલેક્શનના કલાત્મક નિર્દેશક ટોચના અમેરિકન ફેશન ડિઝાઈનર વર્જીલ એબ્લોહનું અવસાન થયું છે, તેઓ કેન્સર સામે છેલ્લી શ્વાસ સુધી લડ્યા બાદ ૪૧ વર્ષની વયે રવિવારે અવસાન પામ્યા છે, ફેશન અને લક્ઝરી હાઉસ LVMHના ફ્રેન્ચ માલિકોએ આ સમાચારની પુષ્ટી કરી છે .
વિટનના માલિકએ જણાવ્યું હતું કે ફેશનના સર્વોચ્ચ- પ્રોફાઇલ બ્લેક ડિઝાઇનર અને લૂઈસ વીટનના મેન્સવેર કલેક્શન પાછળ સર્જનાત્મક દિમાગ ધરાવતા વર્જિલ એબ્લોહનું રવિવારે કેન્સરથી અવસાન થયું હતું.
ફ્રેન્ચ લક્ઝરી ગુડ્સ જાયન્ટે જણાવ્યું હતું કે ૪૧ વર્ષીય એબ્લોહ વર્ષોથી ખાનગી રીતે કેન્સર સામે લડી રહ્યા હતા. LVMHના અબજાેપતિ બોસ બર્નાર્ડ આર્નોલ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વર્જિલ માત્ર પ્રતિભાશાળી ડિઝાઇનર, એક સ્વપ્નદ્રષ્ટા ન હતા, તે એક સુંદર આત્મા અને મહાન શાણપણનો માણસ પણ હતો.
અબ્લોહ, યુએસ નાગરિક કે જેણે ડીજે અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું, તે માર્ચ ૨૦૧૮ થી વિશ્વની સૌથી મોટી લક્ઝરી બ્રાન્ડ વિટન માટે પુરૂષોના કલાત્મક નિર્દેશક તરીકે કાર્યરત હતા,તેમના ડિઝાઇન કરેલા કલેકશનની સમગ્ર વિશ્વમાં માંગ હતી તેમના અવસાનથી તેમના ચાહકોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઇ છે.HS