અમેરિકાના મોહમાં મહેસાણાના પાટીદાર પરિવારે દીકરો ગુમાવ્યો

અમેરિકાના મોહમાં મહેસાણાના પાટીદાર પરિવારે દીકરો ગુમાવ્યો, બે વર્ષથી કોઈ અત્તોપત્તો નથી (એજન્સી)મહેસાણા, ટ્રમ્પના શાસનમાં ગેરકાયદેસર ભારતીયોને અમેરિકામાંથી તગેડી મૂકવાનું અભિયાન મોટાપાયે ચાલી રહ્યું છે. અત્યાર સુધી ચાર ફ્લાઈટમાં અનેક ભારતીયોને ભારત ભેગા કરી દેવાયા છે. જેમાં પંજાબ અને ગુજરાતીઓની સંખ્યા વધારે છે. ગેરકાયદેસર રીતે પકડાયેલા ગુજરાતીઓ ગુજરાતમાં આવ્યા બાદ ક્યાંક ગાયબ થઈ ગયા છે.
આટલું જોખમ છતાં હજી પણ અનેક ગુજરાતીઓ અમેરિકા જવા ઈચ્છે છે. ત્યારે ગેરકાયદેસર માઈગ્રન્ટસની કહાનીમાં મહેસાણાના યુવકની કહાની વધુ દર્દનાક છે. મહેસાણાથી અમેરિકા જવા નીકળેલો મહેસાણાનો યુવક બે વર્ષથી લાપતા છે. પાટીદાર યુવકનો પરિવાર સાથે બે વર્ષથી કોઈ સંપર્ક નથી. પરિવારને આ યુવક ક્યાં છે, જીવિત છે કે નહિ તેની પણ ખબર નથી.
મહેસાણાથી અમેરિકા જવા નીકળેલ મહેસાણાનો સુધીર પટેલ નામનો પાટીદાર યુવક બે વર્ષથી લાપતા છે. સુધીર પટેલ નામનો હેડુઆ ગામનો યુવક બે વર્ષ પહેલા એજન્ટ મારફત અમેરિકા જવા નીકળ્યો હતો. બે વર્ષ પહેલા ઉત્તર ગુજરાતમાંથી કુલ ૯ વ્યક્તિ એજન્ટ મારફત અમેરિકા જવા નીકળ્યા હતા. એજન્ટ સાથે ૭૫ લાખમાં અમેરિકા લઈ જવાની ડીલ થઈ હતી