અમેરિકાના રક્ષા મંત્રી અને વિદેશ મંત્રી ઝેલેન્સ્કીને મળ્યાઃ 700 મિલિયન ડોલરની સૈન્ય સહાય આપશે
કીવ, રશિયા-યુક્રેન યુદ્ધને બે મહિના થવા આવ્યા છે. યુદ્ધ સમાપ્ત થવાનું નામ લેતું નથી. યુ્રેનના લોકપાલનું કહેવું છે કે રશિયાના હુમલામાં અત્યાર સુધી યુક્રેનના 213 બાળકોના મોત થયા છે, જ્યારે 389 ઘાયલ થયા છે. મૃતકઆંક વધી શકે છે.
આ તરફ અમેરિકાના વેદેશ મંત્રી એન્ટલી બ્લિંકન અને રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન રવિવારે યુક્રેનની મુલાકાત લીધી. અહીં તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યા હતા. રશિયાના હુમલા બાદ યુક્રેનનો પ્રવાસ કરનાર તેઓ અમેરિકાના પ્રથમ નેતાઓ છે. આ દરમિયાન તેઓ યુક્રેનને 700 મિલિયન ડોલરની વધારાની સૈન્ય સહાયતા આપવાની જાહેરાત કરી છે.
યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ બેલગોરોડ નજીક ઈસ્કંદર મિસાઈલ સિસ્ટમ ગોઠવી છે. રશિયાએ આ સિસ્ટમ ઓછા અંતરની બેલિસ્ટિક મિસાઈલોથી સજ્જ છે.
મળતી માહિતી પ્રમાણે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી કે રશિયા આ મિસાઈલ સિસ્ટમ મારફત યુક્રેન પર પરમાણું હુમલો કરી શકે છે. આ મિસાઈલ 480થી 700 કિલોગ્રામ સુધી પરમાણુ અને પરમાણુ વોરહેડને લઈ જવા માટે સક્ષમ છે.
જ્યારે યુક્રેનની સેનાએ કહ્યું કે રશિયન સૈનિક ડોનેત્સ્કમાં હુમલો કરી રહ્યા છે. તે અહીં મિસાઈલ, રોકેટ, મોર્ટારથી હુમલા કરી રહ્યા છે. આ ઉપરાંત ઓડેશા શહેરમાં રશિયન મિસાઈલ હુમલામાં 3 મહિનાના બાળક સહિત 8 નાગરિકના મોત થયા છે.