અમેરિકાના શિકાગોમાં ગોળીબાર: ૧૧ લોકો ઘાયલ

વાૅશિંગ્ટન, અમેરિકામાં ગોળીબારની ઘટના સામે આવી છે. અહીં શિકાગો શહેરના ગ્રેશન વિસ્તારમાં ગોળીબારની માહિતી સામે આવી છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. માહિતી અનુસર આ ગોળીબારમાં અત્યાર સુધી ૧૧ લોકોના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. અધિકારીઓનુ કહેવુ છે કે ૯ લોકોને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
ફાયર અધિકારીઓએ જણાવ્યુ કે વધુ બે ઘાયલો પણ મળી આવ્યા છે જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ગોળીબાર રોડ્ઝ ફ્યુનરલ હોમ પાસે થયો છે. પડોશીઓએ જણાવ્યુ કે જ્યારે તે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે તેમણે ગોળીબારનો અવાજ સાંભળ્યો. અમે બહાર ગયા અને જોયુ તો ચારે બાજુ લોકો લોહીથી લથપથ પડ્યા હતા. આ લોકોને ચારે તરફ ગોળી મારવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યુ કે અમને લાગ્યુ કે કોઈ ઝઘડો થયો છે, આ શરમજનક છે, જે રીતે ગોળીબાર ચાલી રહ્યો છે. આ બધુ રોકવુ જોઈએ. અત્યાર સુધી પોલિસે આ ગોળીબાર વિશે કોઈ અધિકૃત માહિતી આપી નથી કે છેવટે કઈ પરિસ્થિતમાં આ ગોળીબાર થયો છે, કેટલા લોકો ઘાયલ થયા છે અથવા ગોળીબાર પાછળ કયા લોકો છે.