અમેરિકાના શિકાગોમાં ગોળીબાર, ત્રણ લોકોના મોત અને ચાર ઘાયલ
શિકાગો, અમેરિકાના શિકાગોની અંદર એક સનકી વ્યક્તિઓ અંધાધૂંધ ગોળીબાર કર્યો છે. સાઉથ સાઇડમાં એક હહૂલાખોરે કેરલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય ચાર લોકો ઘાયલ પણ થયા છે. ત્યારબાદ પોલીસે એન્કાઉન્ટર કરીને હૂમલાખોરને મોતને ઘાટ ઉતાર્યો છે. બંદૂકધારી હૂમલાખોરે શિકાગો વિશ્વવિદ્યાલયના 30 વર્ષીય વિદ્યાર્થીને માથામાં ગોળી મારી દીધી. ઘટના સમયે તે હાઇડ પાર્કમાં આવેલા એક પાર્કિંગ ગેરેજમાં પોતાની કારની અંદર બેઠો હતો.
જૈસન નાઇટેંગલ નામનો 32 વર્ષિય હૂમલાખોર એક પાર્ટમેન્ટમાં ગયો ને ત્યાં 46 વર્ષના એક સુરક્ષા ગાર્ડને ગોળી મારી. બાદમાં એક 77 વર્ષની મહિલાને પણ ગોળી મારી. સદ્ભાગ્યે મહિલાનો તો જીવ બચી ગયો પરંતુ સુરક્ષા ગાર્ડનું મોત થયું છે. મહિલાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ત્યાંથી તેણે એક વ્યક્તિ પાસેથી બંદૂકની અણે કાર લીધી અને ક દૂકાનમાં ગયો અને ગોળીબાર કર્યો. જેમાં ક 20 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. તો 81 વર્ષની મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ છે.
દુકાનની બહાર બેસેલી એક 15 વર્ષની કિશોરી ઉપર પણ ગોળી ચલાવી, જેની હાલત અત્યારે ગંભીર છે. ત્યારબાદ ફરીથી દૂકાન અઅંદર ગયો જ્યાં અધિકારીઓ આવી ગયા હતા, તો અધિકારીઓ ઉપર પણ ગોળીબાર કર્યો. જો કે કોઇ અધિકારીને ઇજા ના થઇ. ત્યાંથી નીકળીને ઇવાંસ્ટોન વિસ્તારમાં વેલી દૂકાનમાં ગયો અને ત્યાં પણ ગોળીબાર કર્યો.
જ્યારે ત્યાંથી તે બહાર નિકળ્યો ત્યાં સુધીમાં પોલીસ આવી ચુકી હતી. હૂમલાખોરને ત્યં પાર્કિંગમાં જ ઘેરીને તેનું એન્કાટર કરવામાં આવ્યું છે.