અમેરિકાના શિકાગોમાં ત્રણ વર્ષના બાળકે તેની માતાને ગોળી મારીને હત્યા કરી
વોશિગ્ટન, અમેરિકાના શિકાગોમાં ત્રણ વર્ષના બાળકે તેની માતાને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મળતી માહિતી પ્રમાણે, માસૂમ બાળક પિતાની બંદૂક સાથે રમી રહ્યો હતો, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. માતાને ગોળી ગરદનના પાછળના ભાગમાં વાગી હતી ત્યારબાદ મહિલાને શિકાગોની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે પણ શનિવારે બનેલી આ ઘટનાની પુષ્ટિ કરી છે.
આ દુર્ઘટના શનિવારે સાંજે મિડવેસ્ટર્ન શહેરના ઉપનગર ડોલ્ટનમાં સુપરમાર્કેટના પાર્કિંગમાં બની હતી. બાળક કારની પાછળ બાઈકની સીટ પર બેઠો હતો. તેની સામે તેના માતા-પિતા હતા. દરમિયાન, બાળક રમતા રમતા તેના પિતાની પિસ્તોલ પર હાથ રાખવામાં સફળ રહ્યો હતો. સ્થાનિક પોલીસ વડા રોબર્ટ કોલિન્સે એએફપીને જણાવ્યું હતું કે, બાળક કારની અંદર તેની સાથે રમવા લાગ્યો હતો તે દરમિયાન બાળકે ટ્રિગર દબાવ્યું હતું.
બાળકના ટ્રિગર દબાવતાની સાથે જ ગોળી તેની ૨૨ વર્ષની માતા દેજાહ બેનેટને ગળાના પાછળના ભાગમાં વાગી હતી. જે બાદ તેમને શિકાગોની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બીજી તરફ કોલિન્સે કહ્યું કે, બાળકના પિતાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે, શું તેની પાસે કાયદેસર રીતે બંદૂક છે અને તેમના પર આરોપ લગાવવો જાેઈએ કે કેમ ? એક અંદાજ મુજબ, સગીરો દ્વારા અજાણતાં ફાયરિંગને કારણે દર વર્ષે સરેરાશ ૩૫૦ લોકો મૃત્યુ પામે છે.
અમેરિકામાં બંદૂક ખરીદવી અને તેની માલિકી રાખવી ખૂબ જ સરળ છે. એવરીટાઉન ફોર ગન્સના તાજેતરના અહેવાલ મુજબ, ‘દર વર્ષે યુ.એસ.માં સેંકડો બાળકોને દેખરેખ વિના છોડી દેવામાં આવે છે, કબાટ અને નાઇટસ્ટેન્ડના ડ્રોઅરમાં, બેકપેકમાં અને પર્સમાં લોડ કરેલી બંદૂકો અથવા ખાલી છોડી દેવામાં આવે છે અને પછી ભુલથી ગોળી ચલાવી દેવામાં આવે છે.’HS