અમેરિકાના FDAએ બે રસીના મિક્સ એન્ડ મેચ રસીકરણને મંજૂરી આપી
વોશિંગ્ટન, અમેરિકામાં એફડીએએ લોકોને બૂસ્ટર ડોઝ માટે મોર્ડર્ના અને જાેનસન એન્ડ જાેનસનની રસીની સાથે હવે ત્રણ કોરોનાની રસીના મિક્સ એન્ડ મેચ રસીકરણને મંજૂરી આપી દીધી છે. યુએસ એફડીએના આ પગલાથી રસીની અછતને પુરી કરી શકાશે અને ડોક્ટરોની સામે એક અન્ય રસીનો વિકલ્પ રહેશે. ઉલ્લેખનીય છે કે વિશેષજ્ઞોની સમિતિથી રસીના મિક્સ એન્ડ મેચ પર એક અધ્યયનને મંજૂરી આપી હતી. આ અધ્યયન બાદ પરિણામ સામે આવ્યા છે તે ઘણા ચોંકાવનારા છે.
વિશેષજ્ઞોએ જણાવ્યું કે મિક્સ એન્ડ મેચના અધ્યય દરમિયાન જે લોકોએ જાેનસન એન્ડ જાેનસનની સિંગલ ડોઝ વાળી રસી લીધી હતી અને તેમને બૂસ્ટર ડોઝના રુપમાં મોર્ડનાની રસી લગાવવામાં આવી હતી તેવા લોકોના શરીરમાં ૧૫ દિવસની અંદર એન્ટીબોડીનું સ્તર ૭૬ ગણુ વધી ગયું હતુ. જ્યારે જાેનસન એન્ડ જાેનસનનો બૂસ્ટર ડોઝ લગાવવામાં એન્ટીબોડી માત્ર ચાર ગણી વધી છે.
વિશેષજ્ઞોની સમિતીના અધ્યયનમાં જે રીતે પરિણામ સામે આવ્યા હતા. તેને જાેયા બાદ પહેલા જ આ વાતની ચર્ચા થઈ રહી હતી કે એફડીએ બુધવાર સુધીમાં બૂસ્ટર ડોઝના રુપમાં મોર્ડના અને જાેનસન એન્ડ જાેનસનની રસીને પરવાનગી આપી શકે છે. જાે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે ભલે મિક્સ એન્ડ મેચ રસીકરણનું પરિણામ આશાજનક જાેવા મળ્યું છે. પરંતુ વ્યાપક સ્તર પર આને લાગૂ કરવા માટે અસરકારક્તાની તપાસ માટે મોટા અધ્યયનની જરુર છે.
દવા નિયામક ડીજીઆઈએ વેલ્લોર મેડિકલ કોલેજને મિક્સ એન્ડ મેચના ટ્રાયલની પરવાનગી આપી છે. કોવિશીલ્ડ અને કૌવેક્સીન પર ટ્રાયલ ચાલી રહ્યું છે. જાે કે દેશમાં અનેક જગ્યાએ ભૂલથી ૨ અલગ અલગ રસી આપવાના મામલા સામે આવ્યા છે. પરંતુ આ રીતના ડોઝથી કોઈ નુકસાન થયું નથી.HS