અમેરિકાની ચુંટણી ચોરીનું ચુંટણી હતી. આ લોકો ચોર છે: ટ્રંપ
વોશિંગ્ટન, અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચુંટણીમાં ડોનાલ્ડ ટ્રંપએ હારનો સામનો કરવો પડયો છે તો જાે બ્રિડેન રાષ્ટ્રપતિ પદ પર જીત હાંસલ કર્યા બાદ ખુબ ઉત્સાહિત છે ઉપરાષ્ટ્રપતિ તરીકે ચુંટાયેલા કમલા હેરિસ અને બ્રિડેન આગળની તૈયારીમાં લાગી હયા છે તો ડોનાલ્ડ ટ્રંપ આ જીતને માનવા તૈયાર નથી તેઓ આ જીતને બેઇમાનીથી મેળવેલી જીત માની રહ્યાં છે સતત હુમલો કરી રહેલા ટ્રંપે ફરી એકવાર ટ્વીટ કર્યું છે તેઓ લખે છે કે અમે માનીએ છીએ કે તે લોકો ચોર છે શહેરનું મોટું તંત્ર ભ્રષ્ચાચારમાં લિપ્ત થઇ ચુકયુ છે આ ચોરીની ચુંટણી હતી.
ટ્રંપે તે પણ કહ્યું કે બ્રિટનમાં ઓપિનિયન પોલનો સ્ટીક અંદાજ લગાવનારે લખ્યું કે આ સ્પષ્ટ રીતે ખોટી રીતે જીતવામાં આવેલી ચુંટણી છે સાથે કહેવામાં આવ્યું કે તે વિચારી પણ શકાય નહીં કે તે રાજયોના કેટલાક ભાગોમાં બ્રિડેન ઓબામાની જીતના આંકડાને પાર કરી ગયા આ વાતની કયાં કોઇ અસર પડે છે તેણે જે ચોરી કરવી હતી તે તેણે ચોરી કરી લીધી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું આપણે મતો પર પણ ધ્યાન આપવું જાેઇએ.
આપણે સારણીકરની પ્રક્રિયાની બસ શરૂઆત કરી રહ્યાં છીએ આપણે તે આરોપીને પણ જાેવા જાેઇએ આપણે મોટી સંખ્યામાં એવા શપથ પત્રોને પણ જાેઇ રહ્યાં છીએ જેમાં મતદાન સંબંધિત છેંતરપીડી સામે આવી છે આ દેશમાં ચુંટણી સંબંધી સમસ્યાઓનો એક લાંબો ઇતિહાસ છે આ પહેલા ટ્રંપે ટ્વીટમાં લખ્યું હતું કે ૭ કરોડ ૧૦ લાખ કાયદેસર મત અમેરિકી ઇતિહાસમાં હાસના રાષ્ટ્રપતિને મળનાર સૌથી વધુ મત.
ટ્રંપે તે વાતનો પણ આરોપ લગાવ્યો કે મોટી સંખ્યામાં મેલ ઇન બેલેટ્સ નક્કી સમય ( રાતે આઠ કલાક) બાદ પણ આવ્યા હતાં તે સમયે તો મતદાન સમાપ્ત થઇ ગયું હતું ટ્રંપે આ વાતની માંગ કરી કે મતની ગણતરી ન કરવામાં આવે તો આ મામલામાં પેન્સિલ્વેનિયાની એક કોર્ટે કહ્યું હતું કે જાે બેલેટ વોટિંગવાળા દિવસ પહેલા મોકલવામાં આવ્યું તો વોટ ચુંટણીના દિવસે મતલબ ત્રણ નવેમ્બરના ત્રણ દિવસ બાદ મળે તો તેની ગણના કરી શકાય છે.HS