અમેરિકાની ટેકનોલોજીવાળા ૪૦૦ કેમેરા પોલીસને ફાળવાયા
રાજકોટ, રાજકોટ પોલીસ હવે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ તંત્ર સજ્જ થશે. હવે દરેક પળનું લાઈવ રેકોર્ડિંગ થશે.રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શહેર પોલીસને અમેરિકાની આધુનિક ટેકનોલોજીવાળા ૪૦૦ કેમેરા ફાળવાયા છે. આ કેમેરા અંગે પોલીસ જવાનોને ટ્રેનિંગ પણ આપવામાં આવી.
ટ્રાફિક પોલીસ સાથે દંડની રકમ વખતે વાહનચાલકોને અવારનવાર થતા ઘર્ષણ નિવારવા માટે હવે રાજ્યનું પોલીસ તંત્ર અમેરિકાની ટેક્નોલોજીથી અતિ આધુનિક થવા જઈ રહ્યું છે. દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકારે એક સાથે ૧૦ હજાર બોડી વોર્ન કેમેરા પોલીસ તંત્રને ફાળવવા આવ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં પણ ૪૦૦જેટલા કેમેરા ફાડવામાં આવ્યા છે જેમને લઈ આજથી ૫૦૦ વધુ પોલીસ અધિકારીઓ ટ્રાફિક પોલીસ સહિતના અધિકારોની આજેથી ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે.
જેમાં કઈ રીતે કેમેરાનો ઉપયોગ કરવો સહિતની માહિતી ટ્રેનિંગમાં આપવામાં આવશે.ટ્રાફિક નિયમનું પાલન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને વી.વી.આઈ. પી. બંદોબસ્ત વખતે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.
જેમાં ટ્રાફિક શાળામાં ફરજ બજાવતા દરેક હેડ કોન્સ્ટેબલ, એ.એસ.આઈ. પી.એસ.આઈ. સહિતના ફિલ્ડમાં રહેતા પોલીસ અધિકારી ડ્યટી દરમિયાન પોતાના શોલ્ડર પર બોડી વોર્ન કેમેરા લગાવીને જ ફરજ બજાવશે તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાના પોલીસને બોડીવોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે. જેમાં બે પ્રકારના કેમેરા છે જેમાં અમુક કેમેરા લાઈવ રેકોર્ડીંગવાળા છે.
ગાંધીનગર ખાતે બોડીવોર્ન કેમેરાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેમાં કોમી રમખાણો, વીવીઆઈપી સુરક્ષા, રેલી, જૂથ અથડામણ જેવી ઘટનાઓનું ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમમાંથી લાઈવ જાેઈ શકાશે અને ત્વરીત એક્શન લેવામાં ઉપયોગી થઈ શકશે. સાથે જ કોઈ મોટી રેડ દરમિયાન અથવા તો આરોપીને પકડવા સમયે પણ આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને લોકો વચ્ચે થતા ઘર્ષણ અટકાવવા માટે બોડીવોર્ન કેમેરાનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. અને પોલીસ અધિકારી અને કર્મચારીઓ પોતાની વર્દી ઉપર કેમેરા લગાડવામાં આવશે આ કેમેરામાં ૫૦ થી ૬૦ મિટરના અંતરમાં થયેલી તમામ ગતિવિધ વિડિયો અને ઓડિયો સાથે રેકોર્ડ થશે. જેથી પોલીસ અને લોકો વચ્ચે બનેલા બનાવનું યોગ્ય પુરાવા મળી રહેશે.SSS