અમેરિકાની બજેટની ખાધ ૩૩૦૦ અબજ ડોલરથી વધુ
વોશિંગ્ટન, અમેરિકાની ખાધ ચાલુ બજેટ વર્ષનાં પહેલા મહિનામાં ત્રણ હજાર અબજ ડોલરના સર્વકાલીન ઉચ્ચસ્તરે પહોંચી ગઇ છે. નાણાં વિભાગે શુક્રવારે આપેલી માહિતી પ્રમાણે અમેરિકાની સરકારને કોરોના વાયરસ રોગચાળાનાં પ્રભાવને ઘટાડવા માટે મોટી રકમ ખર્ચ કરવી પડી છે, રોગચાળાનાં કારણે અમેરિકામાં લાખો નોકરીઓ જતી રહી છે. ચાલુ બજેટ વર્ષનાં ઓક્ટોબરથી ઓગસ્ટના ૧૧ મહિનાનાં સમયગાળામાં બજેટ ખાધ ૩ હજાર ડોલર પર પહોંચી ગયો છે, આ પહેલા ૧૧ મહિનાનાં સમયગાળામાં બજેટ ખાધનો રેકોર્ડ ૨૦૦૯માં બન્યો હતો, આ સમયે બજેટ ખાધ ૧,૩૭૦ અબજ ડોલર રહ્યો હતો, આ ૨૦૦૮નાં વૈશ્વિક નાણાકિય સંકટનો સમય હતો, હાલની બજેટ ખાધ છેલ્લા રેકોર્ડથી બે ગણાંથી પણ વધુ છે. અમેરિકાનું ૨૦૨૦નું બજેટ વર્ષ ૩૦ સપ્ટેમ્બરે સમાપ્ત થવાનું છે, અમેરિકન કોંગ્રેસની બજેટ ઓફિસનું અનુમાન છે કે સમગ્ર બજેટ વર્ષમાં બજેટ ખાધ ૩,૩૦૦ અબજ ડોલર રહેશે.SSS