અમેરિકાની રાષ્ટ્રપતિ ચુંટણીમાં બિડેન ડેમોક્રોટિક ઉમેદવાર
વોશિગ્ટન, ડેમોક્રેટિક પાર્ટીએ મંગળવારે રાતે સત્તાવાર રીતે જો બિડેનને આગામી રાષ્ટ્રપતિ ચુંટણી માટે પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કર્યું છે તેમનો મુકાબલો હવે ત્રણ નવેમ્બરે યોજાનાર મતદાનમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પથી થશે બિડેને તેને લઇ કહ્યું કે રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીનું નામાંકન સ્વીકારવું મારા જીવનનું સમ્માન છે.
ત્રણ દાયકા પોતાના રાજનીતિક કેરિયરમાં ડેમોક્રેટિક પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નામાંકિત કરવા બિડેન માટે અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધી છે.બિડેને કહ્યું કે સંયુકત રાજય અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના નામાંકનનો સ્વીકાર કરવા મારા જીવનનું સમ્માન છે રાજય પ્રાઇમરી અને કોકસ દરમિયાન બિડેનને ૨,૬૮૭ ટકાનું સમર્થન હાંસલ થયુ હતું જે તેમના નજીકના હરીફ બર્ની સૈંડર્સને મળેલ સમર્થનથી બે ગણુ હતું સૈંડર્સને ૧.૦૭૩ પ્રતિનિધિઓનો સાથ મળ્યો હતો.
ડેમોક્રેટિક નેશનલ કંવેંશન (ડીએનસી)ની બીજા દિવસે નામાંકન થયું જેમાં પૂર્વ અને વર્તમાન ડેમોક્રેટિક નેતાઓ અને અધ્યક્ષે બિડેનને પોતાનું સમર્થન આપ્યું બિડેને એક લાઇવ વેબકાસ્ટમાં કહ્યું કે તમારા બધાનો આભાર આ મારા અને મારા પરિવાર માટે કોઇ દુનિયા જેવું છે .ડેમોક્રેટિક નેતાઓનું માનવુ છે કે બિડેનની પાસે અનુભવ અને કાર્ય કપવાની ક્ષમતા છે જેથી તે રાષ્ટ્રપતિ ટ્રંપ દ્વારા દેશ અને દુનિયામાં મચાવેલ અવ્યવસ્થાને યોગ્ય કરી શ કે છે ગત ચાર દાયકામાં થયેલ ચુંટણીમાં ફકત એક જ વર્તમાન રાષ્ટ્રપતિને હરાવવામાં આવ્યા છે.
બિડેનના સમર્થકોનું માનવુ છે કે તે રાષ્ટ્પતિ ટ્રંપની વિરૂધ્ધ થઇ રહેલ વિરોધ પ્રદર્શનોથી ખાસ ઉત્સાહિત છે કારણ કે તેમને લાગે છે કે બિડેન ટ્પને સરળતાથી હરાવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે દેશના લધુમતિ અને યુવા મતજારોના મત બિડેનને હાંસલ થઇ શકે છે.HS