અમેરિકાની રાષ્ટ્પતિની ચુંટણીમાં બ્રિડેનની જીત લગભગ પાક્કી
વોશિંગ્ટન, અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં જાે બ્રિડેન ટ્રમ્પને આકરી ટકકર આપી રપહ્યાં છે એટલું જ નહીં ૨૬૪ ઇલેકટોરલ મત સાથે તેઓ ૨૭૦ના આવશ્યક આંકડા સુધી પહોંચવામાં માત્ર છ ઇલેકટ્રોરલ મતથી દુર છે જયારે ટ્રંપ તેમનાથી ખુબ પાછળ છે. આથી બ્રિડેનની જીત લગભગ પાક્કી મનાઇ રહી છે જયોર્જિયામાં બ્રિડેને ટ્રંમ્પને પાછળ પાડી દીધી છે ટ્રમ્પને ૨૪ લાખ ૪૮ હજાર ૪૫૪ મત મળ્યા છે જયારે બ્રિડેનને ૨૪ લાખ ૪૯ હજાર ૩૭૧ મત મળ્યા છે.હજુ એક ટકા મતની ગણતરી બાકી છે અહીં જાે બ્રિડેનને ફતેહ મળશે તો રાજયના તમામ ૧૬ ઇલેકટોરલ મત તેમના ફાળે જશે એ પછી પ્રમુખપદે તેમનો વિજય નિશ્ચિત બની જશે.
જયારે સામા પક્ષે મતગણતરી રોકવાના ટ્રમ્પના કાનુની પ્રયાસોને પ્રાથમિક તબક્કે પછડાટ મળી રહી છે.એ જાેતા પ્રત્યેક ક્ષણે પલડું બ્રિડેનની તરફેણમાં નમી રહ્યું છે હવે ચાર રાજયો ચુંટણી જંગમાં નિર્ણાયક બની રહ્યાં છે પેન્સિલવેનિયા જયોર્જિયા નોર્થ કેરોલિના અને એરિઝોન આ ચાર રાજયમાં હજુ મતગણતરી ચાલી રહી છે.૨૦ ઇલેકટોરલ મત ધરાવતા પેન્સિલવેનિયા રાજયમાં આરંભિક તબક્કે ટ્રંમ્પ આગળ જઇ રહ્યાં હતાં પરંતુ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થયા પછી તેમની સરસાઇ સતત કપાતી રહી છે. હાલ અહીં ૯૪ ટકા મતગણતરી સંપન્ન થઇ છે એટલે કે છ ટકા મતો ગણાવાના હજુ બાકી છે. હાલ ટ્રંપને ૪૯.૭ ટકા મત મત મળ્યા છે જયારે બ્રિડેનને ૪૯ ટકા મત મળ્યા છે. બંન્ને વચ્ચે માત્ર ૦.૭ ટકાનો ફરક છે.
જયોર્જિયા રાજયમાં કુલ ૧૬ ઇલેકટોરલ મત છે. અહીં પણ સતત આગળ ચાલી રહેલા ટ્રંપની પોસ્ટલ બેલેટ ખુલ્યા પછી એકધારી પીછેહટ થઇ રહી છે હાલ ૯૯ ટકા મતોની ગણતરી પુરી થઇ છે અને બંન્ને ઉમેદવારો વચ્ચે બ્રિડેન એક હજાર મતની સરસાઇથી આગળ છે.આ રાજય બ્રિટેનને મળે તો પ્રમુખપદે તેમની તાજપોશી નિશ્ચિત બની જશે.
નોર્થ કેરોલિના ૧૫ ઇલેકટોરલ વોટ ધરાવતા આ રાજયમાં હાલ ૯૫ ટકા મતોની ગણતરી પુરી થઇ છે જેમાં ટ્રંમ્પને ૫૦ ટકા અને બ્રિડેનને ૪૮ ટકા મળ્યા છે કોરોનાના કારણે આ રાજયે બદલેલા નિયમોના કારણે હજુ ૧૨ નવેમ્બર સુધી પોસ્ટલ બેલેટ સ્વીકાર્ય હોવાથી અહીં ગણતરી લંબાશે એ નિશ્ચિત છે. આથી તે બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. એરિઝોન ૧૧ ઇલેકટોરલ વોટ ધરાવતા આ રાજયમાં કુલ ૧૦ ટકા વોટની ગણતરી બાકી છે.
હાલના ચિત્ર મુજબ બ્રિડેનને ૫૦ અને ટ્રમ્પને ૪૮.૫ ટકા મત મળ્યા છે હજુ ત્રણ લાખ પોસ્ટલ બેલેટની ગણતરી બાકી છે. આ ચાર રાજયો એવા છે જયાં ઇલેકટોરલ મત વધુ છે પરંતુ નેવાડા પણ અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ તે છ ઇલેકટોલર મત ધરાવે છે અને હાલના ચિત્ર મુજબ બ્રિડેનને સ્પષ્ટ બહુમતી માટે ફકત છ મતની જરૂર છે. નેવાડામાં હાલ બ્રિડેન ખાસ્સા આગળ જણાય છે એ જાેતા આ રાજયમાં જાે જીતે તો પ્રમુખપદે તેમનો વિજય નિશ્ચિત થઇ જશે.HS