અમેરિકાની સરકારે પાકિસ્તાન અને ચીનને આપ્યો ઝટકો
અમેરિકાએ ધાર્મિક આઝાદીને જાણી જોઇને તેમજ અહંકારી ઉલ્લંઘનના આરોપમાં પાકિસ્તાન અને ચીનને ચિંતાજનક સ્થિતિવાળા દેશ તરીકે નામિત કર્યા છે. અમેરિકાની સરકારના આ પગલાથી પાકિસ્તાન અને ચીનને ઝટકો લાગ્યો છે. આ સાથે જ પાકિસ્તાન અને ચીન અમેરિકન વિદેશ વિભાગ દ્વારા સીપીસીના તે 10 દેશોમાં સામેલ થઇ ગયા છે કે જે ધાર્મિક સમૂહોના ઉત્પીડન અને ભેદભાવને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
ચીન અને પાકિસ્તાન બંને દેશોમાંથી ધાર્મિક લઘુમતીઓ સાથે દુર્વ્યવહારના અહેવાલો આવતા રહે છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પીયોએ કહ્યું કે બર્મા, ચીન, ઇરીટ્રીયા, ઇરાન, નાઇજીરિયા, ઉત્તર કોરિયા, સાઉદી અરબ, પાકિસ્તાન, તજાકિસ્તાન અને તુર્કમેનિસ્તાનને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા કાયદા-1998 હેઠળ સીપીસીની યાદીમાં સામેલ કરાયા છે. પોમ્પિયોએ જણાવ્યું કે કોમોરોસ, ક્યૂબા, નિકારાગુઆ અને રશિયાને એક વિશેષ દેખરેખ યાદીમાં રાખવામાં આવ્યા છે. જે ધાર્મિક સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘનમાં લાગેલા છે.