અમેરિકાની સરકાર માટે નવુ સંકટ: 40 ટકા લોકો કોરોનાની રસી લેવા તૈયાર નથી

વોશિંગ્ટન,બ્રિટનમાં કોરોનાની રસી આપવાનુ શરુ થઈ ગયુ છે.ભારતમાં પણ કોરોનાની રસી માટે રાહ જોવાઈ રહી છે.અમેરિકાએ પણ રસીકરણ માટેની તૈયારીઓ કરી લીધી છે પણ હવે અમેરિકાની સરકાર માટે રસીકરણનો મામલો પણ પેચીદો બની શકે છે.
એક સર્વેક્ષણમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકાની 40 ટકા વસતી ખુલ્લેઆમ કહી રહી છે કે, અમે વેક્સિનનો ઉપયોગ કરવા માંગતા નથી.બીજી તરફ એક્સપર્ટસનુ કહેવુ છે કે, ઓછામાં ઓછા 70 ટકા લોકોનુ વેક્સિનેશન જરુરી છે.તો જો હર્ડ ઈમ્યુનિટીનો લક્ષ્યાંક હાંસલ કરી શકાશે.જો લોકો વેક્સિન માટે તૈયાર નહીં થાય તો છેલ્લા 10 મહિનાથી થઈ રહેલી મહેનત પાણીમાં જશે.
બીજી તરફ હવે કંપનીઓ પણ લોકો વેક્સિનનો ઉપયોગ કરે તે માટે કર્મચારીઓ માટે વેક્સિન ફરજિયાત બનાવવાનુ વિચારી રહી છે.મતબલ કે નોકરી કરવી હોય તો વેક્સિન લગાવવી પડશે.લેબર લો પ્રમાણે કંપની વેક્સિન માટે કર્મચારીઓને ફરજ પાડી શકે છે.
જોકે અમેરિકા જેવી સમસ્યા બીજા દેશોમાં પણ સર્જાઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, ભારતમાં બે કંપનીઓ રસીને મંજૂરી મળે તે માટે પ્રયત્ન કરી રહી છે.જેને સરકાર બહુ જલદી મંજૂરી આપે તેમ લાગી રહ્યુ છે.