અમેરિકામાં અડધી રાતે લોકોએ વેકસીન માટે દોડ લગાવી
સિએટલ, અમેરિકાના સિએટલ શહેર ખાતે એક હોસ્પિટલમાં વકસીનથી ભરેલ એક ફ્રીઝરના અચાનક ખરાબ થવા પર સ્થાનિક લોકોને અડધી રાતે તાકિદે રસી લગાવવાની તક આપવામાં આવી હતી રસી ખરાબ થવાથી બચાવવા માટે લોકોને અડધી રાતે મેસેજ મોકલવામાં આવ્યો હતો આથી લોકો જે કપડામાં હતાં તે કપડામાં રસી લગાવવા માટે દોડી ગયા હતાં.થોડી જ વારમાં સિએટલના બે મેડિકલ સેટરની બહાર રસી લગાવવા માટે લાંબી લાઇનો લાગી ગઇ કોઇ પાયજામામાં તો કોઇ નાઇટ ડ્રેસમાં તો કોઇ સ્નાન કરવાના કપડામાં જ લાઇનમાં જાેવા મળ્યા હતાં.
ખાસ વાત એ રીતે કે રસી પ્રાથમિકતાના સમૂહથી બહારના લોકોને લગાવવામાં આવી જયારે અમેરિકામાં હજુ પ્રાથમિક સમૂહના લોકોને રસી લગાવવામાં આવી રહી છે સુત્રોના જણાવ્યા અનુસાર મોડર્નાની રસીની ૧૬૦૦ ખુરાકના ખરાબ થવાનો ખતરો પેદા થઇ ગયો હતો તેને કારણે સવાર સતત ૧૨ કલાક દરમિયાન ૧૬૦૦ સ્થાનિક લોકોને રસી લગાવવામાં આવી એ યાદ રહે કે અમેરિકામાં ફાઇઝર અને મોડર્નાની રસીને લગાવવામાં આવી રહી છે જેની સુરક્ષિત રાખવા માટે ખુબ ઓછું તાપમાનની જરૂર પડે છે.HS