અમેરિકામાં ઉચ્ચ અભ્યાસના બહાને ઘુસેલા 90 વિદેશી સ્ટુડટન્સની ધરપકડ
વોશિંગટન, યુ.એસ.ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટએ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસના બહાને ઘુસેલા 90 વિદેશી સ્ટુડટન્સની ધરપકડ કરી છે.જેમાં મોટા ભાગના ભારતના હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ ડેટ્રોઇટ વિસ્તારમાંથી આ અગાઉ ફેક યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવી અમેરિકામાં ઘુસવા બદલ 250 વિદેશી સ્ટુડન્ટ્સની ધરપકડ કરી હતી બાદમાં ચાલુ મહિનામાં વધુ 90 સ્ટુડન્ટ્સની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળે છે.