અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાથી ૩ હજારથી વધુના મોત
વોશિંગ્ટન, વિશ્વમાં જયાં કોરોના સંક્રમિતોનો આંકડો સાત કરોડની નજીક પહોંચી ૬.૯૩ કરોડનો આંકડા પાર કરી રહ્યો છે જયારે મૃતકોની સંખ્યા પણ ૧૫.૭૮ લાખને પાર કરી ગયો છે આ દરમિયાન અમેરિકામાં કોરોનાએ પોતાના જુના તમામ રેકોર્ડ તોડતા એક દિવસમાં ત્રણ હજારથી વધુ મોતનો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં સતત ત્રીજા દિવસે રેકોર્ડ બે લાખથી વધુ સંક્રમણના મામલા પણ નોંધાયા છે.
અમેરિકામાં સતત ૩૬માં દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખથી વધુ નોંધાયા છે ગત ૨૪ કલાકમાં ૨.૨૪ લાખ નવા કોરોનાના મામલા સામે આવ્યા છે જયારે રેકોર્ડ ૩,૦૭૧ લોકોએ બીમારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમેરિકા ઉપરાંત કોરોનાથી સતત સૌથી પ્રભાવિત દેશ બ્રાઝીલમાં ૫૪ હજાર નવા કોરોના સંક્રમિત મળ્યા છે અને ૮૪૮ લોકોએ દમ તોડયો છે એ યાદ રહે કે દુનિયાના સૌથી વધુ કોરોના પીડિત અમેરિકા ભારત અને બ્રાઝીલમાં છે જયાં વિશ્વના ૪૬ ટકા મામલા છે અને ૩૯ લોકોના મોત થયા છે.HS