અમેરિકામાં એપાર્ટમેન્ટની અંદર ગોળીબાર બે બાળકોના મોત
ટોલિડો, અમેરિકી રાજય ઓહિયોના ટોલિડોમાં ગોળીબારની એક ઘટનામાં બે બાળકોના મોત નિપજયા છે અને ત્રીજાે બાળક ઘાયલ થયો છે અધિકારીએ આ માહિતી આપી હતી.
પોલીસે ટ્વીટ કર્યુ કે ઘરેલુ વિવાદ દરમિયાન બાળકોને ગોળી મારી હતી તેમાં ઘાયલ થયેલ બાળકની હાલત નાજુક છે પોલીસે કહ્યું કે શંકાસ્પદને હિરાસતમાં લેવામાં આવ્યો છે.
ટોલિડો પોલીસના અધિકારી ડેનિયલ ગેરકેને કહ્યું કે ગોળીબાર એક એપાર્ટમેંટની અંદર થયો તેમણે કહ્યું કે ઘટના માટે જવાબ વ્યક્તિ અમારી હિરાસતમાં છે હાલ પોલીસે બાળકોના નામ ઉમર તથા અન્ય માહિતી અને શંકાસ્પદની ઓળખ જાહેર કરી નથી શંકાસ્પદની હાલમાં પુછપરછ કરાઇ રહી છે.HS