અમેરિકામાં કિર્તીદાન ગઢવી ઉપર ડોલરનો વરસાદ થયો
રાજકોટ, રાજકોટના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીનું નામ જ કાફી છે. કીર્તિદાન ગઢવીનો અવાજ ફરી એકવાર અમેરિકાની ધરતી પર ગુંજ્યો છે. કીર્તીદાન ગઢવી છેલ્લાં કેટલાક સમયથી અમેરિકામાં બેક ટૂ બેક કાર્યક્રમો આપી રહ્યા છે.
નવરાત્રિના સમયમાં કિર્તીદાન ગઢવીએ અમેરિકાના શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિતના શહેરોમાં લોકોને ગરબાનું આયોજન કરીને બરાબરના ડોલાવ્યા હતા. અમેરિકાની ધરતી પર એક પછી એક કાર્યક્રમમાં કિર્તીદાન પર ડોલરનો વરસાદ થઈ રહ્યો છે. અમેરિકાના એટલાન્ટામાં કિર્તીદાન પર ફરી એકવાર ડોલરનો વરસાદ થયો છે.
કાઠીયાવાડમાં રૂપિયાની જે રીતેવરસાદ થાય છે, તેમ અમેરિકામાં ત્યાં ડોલરનો વરસાદ થઈ રહ્યો છે. અહીંના કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ ગુજરાતનું ફ્રેમસ સોંગ ‘લીલી લીંબડી રે નાગરવેલ નો છોડ’ ગાતા લોકોએ મન મૂકીને ડોલર ઉડાવ્યા હતા.
જેનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે અમેરિકાના એટલાન્ટામાં કિર્તીદાનના કાર્યક્રમમાં તેમણે હિન્દી ફિલ્મી સોંગ પણ રજુ કર્યા હતા. જેણે સાંભળીને મહિલા શ્રોતાઓ ઉત્સાહભેર મંચ પર આવી જઈને ડોલરનો વરસાદ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીના મોઢે અનેક લોકપ્રિય ગરબા સાંભળી ગુજરાતીઓ સહિત ત્યાંના સ્થાનિકો કોરોના મહામારીનું દુખ અને વ્યથા ભૂલવાની કોશિશ કરી રહ્યા છે. જેના કારણે કિર્તીદાન પર ડોલરનો વરસાદ પણ કર્યો હતો. કિર્તીદાન ગઢવી એન્ડ ટીમ દોઢ મહિના સુધી શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિતના શહેરોમાં લોકોને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.SSS